અમદાવાદ નારોલ માં પીઆઇ એસ ઍ ગોહિલ સાહેબ એ બૉગસ ડોક્ટર ની કરી ધરપકડ .
અમદાવાદ : નારોલ વિસ્તારમાં આવેલા શાહવાડી રસ્તા ઉપર (બોગસ) ડોક્ટર હરિદાસ ઠાકુર બિસ્વાસ છેલ્લા ઘણા સમય થી સ્થાઈ દવાખાના નામનું ક્લિનિક ખોલી માનવ આરોગ્ય સાથે ચેડાં કરતા નારોલ પોલીસે અટકાયત કરી છે.
સોશ્યલ મીડિયા આધારે પીઆઇ એસ એ ગોહિલ સાહેબ માહિતી મળેલ હતી કે, નારોલ વિસ્તારમાં એક ઈસમ વગર ડિગ્રીએ દવાખાનું ચલાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. અને એલોપેથિક દવાઓનું વેચાણ પણ કરી રહ્યા છે.
દર્દીઓને ઇન્જેક્શન પણ આપે છે . મળેલ માહિતીની તપાસ હાથ ધરતા નકલી ડોક્ટરના દવાખાના ઉપર જઈ ડોક્ટરની સાથે વાત કરતા ડિગ્રી વગર દવાખાનું ખોલી સારવાર કરતા હોવાની પોલ ખુલી હતી . તંત્રી નિધિ એમ.દવે દ્વારા નારોલ પોલીસને જાણ કરી ડોક્ટરને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ.ગોહિલ સાહેબના માર્ગદર્શન અને સૂચનાના આધારે બોગસ ડોક્ટર હરિદાસની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ ઈસમ પૂછપરછ કરતા દવાખાના માંથી એલોપેથિક દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ બીમાર દર્દીઓને સારવાર આપતા હોવાનો ખુલાસો થયો હતો.
તપાસમાં બોગસ ડોક્ટર બંગાળનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું તેમજ છેલ્લા ઘણા સમય થી નારોલ વિસ્તારમાં માનવ જીવન જોખમાઈ એ રીતે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોવાની માહિતી મળી હતી. આરોપીના દવાખાનામાં એલોપેથિક તેમજ આયુર્વેદિક દવાઓનો જથ્થો રાખી બિમાર દર્દીઓની સારવાર અંગે કોઈ આધાર પુરાવા રજુ કરવાનું કહેતા ડોક્ટરનો ભાંડો ફૂટ્યો હતો. બોગસ ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી કે પુરાવા ન હોવાનું જાણવા મળ્યું હતું.
નારોલ પોલીસ દવાખાનામાં જય વધુ તાપસ કરતા લાકડાના ટેબલ માંથી ઇન્જેક્શન, નીડલ, સીરપ તેમજ જુદી જુદી કંપનીઓની દવાઓનો જથ્થો મુદ્દામાલ રૂપે જપ્ત કરવામાં આવ્યો હતો. આ બોગસ ડોક્ટર વિરુદ્ધમાં ઈ.પી.કો. કલમ 366 તથા ધી ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 ની કલમ 30 તેમજ 33 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. માનવહિત માટે નારોલ પોલીસની સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
ક્રાઈમ રિપોર્ટર :: જગદીશ સોલંકી