પંચમહાલ જિલ્લામાં આજ રોજ કોવિડ-૧૯ સંક્રમણના નવા ૧૦ કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૬૪૬ થઈ છે. ૧૮ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૧૪૩ સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૦૬ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૪ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૩ અને હાલોલ શહેરમાંથી ૦૩ કેસો મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૯૪૭ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલોલ ગ્રામ્યમાંથી ૦૨ કેસ, ઘોઘંબા ગ્રામ્યમાંથી ૦૧ અને કાલોલ ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૩૮૫ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૪૩ થઈ છે, જેઓ સારવાર હેઠળ છે.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૧૧ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં હાલોલ નગરપાલિકાના ઓમકાર રેસીડેન્સીનો વિસ્તાર, સરકારી વસાહતનો વિસ્તાર, પાશ્વનાથનો વિસ્તાર, સ્નેહ બંગ્લોઝનો વિસ્તાર, ચિત્રકૂટ સોસાયટીનો વિસ્તાર, જ્યોતિનગરનો વિસ્તાર, નટવરનગરનો વિસ્તાર, પારેખ ફળિયાનો વિસ્તાર, ગોદરીયા ફળિયાનો વિસ્તાર, હરિદર્શનનો વિસ્તાર, ભગવતવાટિકાનો વિસ્તાર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
બ્યુરો રીપોર્ટ પંચમહાલ-ભાવિનભાઈ પરમાર
પંચમહાલ જિલ્લામાં આજ રોજ કોરોના સંક્રમણના નવા ૧૦ કેસો નોંધાયા સાથે જિલ્લામાં વધુ ૧૧ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા
Views 171