પંચમહાલ: ખેતી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી, વાવણીની શરૂઆત કરી રહ્યા છે

Views 56


રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. સમગ્ર પંચમહાલ વિસ્તાર મા મકાઈ, ડાંગર અને દિવેલાની વાવણી શરૂ કરી છે. જિલ્લામાં મોટા ભાગની ખેતી ચોમાસાના વરસાદ આધારીત થતી હોવાથી ખેડૂતો હાલ વાવણી કરી રહ્યાં છે.
પંચમહાલ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે ખેડૂતો ડાંગર રોપવા માટે ડાંગર નું ધરું વાવી રહ્યા છે અને કપાસ.મગફળી તેમજ અન્ય પાકો ની ખેતી કરવા ખેડૂતો તૈયાર છે . જિલ્લામાં મોટા ભાગની ખેતી ચોમાસાના વરસાદ આધારીત થતી હોવાથી ખેડૂતો હાલ વાવણી કરી રહ્યાં છે.
સમગ્ર રાજ્યની સાથે સાથે મહીસાગરમાં પણ ચોમાસાની શરૂઆતમાં ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતો ચોમાસુ પાકની વાવણી કરતા જોવા મળ્યા છે. જિલ્લામાં મોટાભાગની જમીન પર ચોમાસાના વરસાદ આધારીત ખેતી થતી હોય, વરસાદની સિઝનમાં ખેડૂતોએ મકાઈ, કપાસ,મગફળી, દિવેલા રોપવાની શરૂઆત કરી છે.મોટા ભાગની જમીન પર વરાપ આવતા ખેડૂતોએ ખેતરોમાં સમારકામ અને ટ્રેક્ટર વડે ખેડ કરી હતી. તેમજ ખેડૂતો છાંણીયા ખાતરનો ઉપયોગ કરી જમીનને ફળદ્રુપ બનાવી વાવેતર કરવામાં વ્યસ્ત બન્યા છે.
પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા શહેરા ગોધરા હાલોલ કાલોલ વેજલપુર મોરવા(હડફ)વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરવાની શરૂઆત કરી છે.
રિપોર્ટર :- અજયસિંહ ચૌહાણ બ્યુરો ચીફ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *