ગોધરા એલસીબીએ અમરાપુરા ના ડીઝલ ચોરોને વેજલપુર નજીક પકડયા

Views 55

ગોધરા એલસીબીએ અમરાપુરા ના ડીઝલ ચોરોને વેજલપુર નજીક પકડયા
વેજલપુર(કાલોલ)
કેટલાંક સમયથી ગોધરાથી હાલોલ તરફ જતાં હાઇવે રોડની બાજુમાં આવેલા પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ પંપોની આગળ આવેલા ખુલ્લા મેદાનોમાં ઉભા રહેતા લોડિંગ વાહનોની ડીઝલ ટાંકીમાંથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોતાની નંબર વગરની કાર લઈને આવી ઉભા રહેલ લોડિંગ વાહનોની ડીઝલ ટાંકી માંથી ડીઝલ ચોરી કરી લઈને જતા રહે છે.એવું વારંવાર બનતું હોય છે ,પરંતુ ગતરોજ ગોધરા એલ.સી.બી ને માહિતી મળતાં ગઈ કાલે ફરજ પરના સ્ટાફને ગોધરાથી હાલોલ તરફ જતા હાઇવે રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ ઉપર ઉભા રહેતા લોડિંગ વાહનો ઉપર નજર રાખવા માટે કહ્યું હતું. તે સમયે વહેલી સવારે છ વાગ્યાની સુમારે પેટ્રોલિંગ દરમિયાન બેઢીયા ગામની હદમાં આવેલ સંતોષી પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ઉભું રહેલ ડમ્પર નં. જીજે ૧૭ યુયુ ૩૧૫૪ ઉભું હતું અને તેની બાજુમાં એક સફેદ કલરની સ્વીફ્ટ વિડીઆઈ કાર ઉભેલી હોય અને કાર ને આગળ પાછળ કોઈ નંબર પ્લેટ ન જોતા આ વાહન પર શક જતા ત્યાં જતા તે સફેદ કલરની કારમાં એકાએક ઝડપથી ચાર ઈસમો કારમાં બેસી કાર લઈને પુરઝડપે ભાગવા લાગ્યા હતાં. અને સ્ટાફ દ્વારા તેમનો પીછો કરતા તે લોકો વેજલપુર તરફ ભાગતાં કાનોડ ગામ નજીક આવેલ રેલ્વે ફાટક બંધ હોય આરોપીઓને પીછો પોલીસ કરતા હોય તેવું માલુમ પડી જતા એકાએક આરોપીઓએ પોતાના કબજા ની કાર રીવર્સ લઇ પીછો કરતી પોલીસ ની કાર ઉપર જાણી જોઈને મારી નાખવાના ઈરાદાથી આરોપીઓ એ પોતાની કાર ઉપર નાખી પોલિસ ને મારી નાંખવાની કોશીષ કરી હતી. આરોપીઓ એ પ્રાઈવેટ કાર લઈને પીછો કરતા પોલીસ ની કારને અથડાવીને
૪૦,૦૦૦/- નુકશાન કર્યું હતું.
કાર એકબીજા સાથે અથડાતા ચારેય ઈસમો ભાગવા લાગ્યા હતાં.ત્યારે કર્મચારીઓ પણ તેમને પકડવા દોડ્યાં હતાં, અને તેમાંથી બે આરોપીઓ પકડાયા હતાં અને બાકી બે આરોપી ભાગી ગયા હતા.
તેમાં એક ફતેસિંહ ઉર્ફે કાળિયો રણજીતસિંહ સોલંકી અને બીજો ભગવાનસિંહ ઉર્ફે ભગો નર્વતસિંહ સોલંકી રહે.અમરાપુરા ,તા-સાવલી, જી-વડોદરા ના હોવાનુ જણાવ્યું હતું.
તેમને પકડી પૂછપરછ અને તપાસ કરતાં ડીઝલ ટાંકીમાંથી પાઇપ દ્રારા કુલ ડીઝલ ૨૦૦ લીટર કિ.રૂ. ૧૪ .૦૦૦ / – ની ચોરી કરી તે ચોરી કરેલ ડીઝલના કારબા નંગ -૫ ભરી પોતાના કબજાની નંબર વગર ની સ્વીફટ ગાડી કિમત રૂ. ૪.૦૦.૦૦૦ / -ની જોવા મળ્યું હતું . આરોપીઓની કારમાંથી મળી આવેલ ખાલી કારબા નંગ -3 . કિ . રૂ . ૩૦૦ / – તથા ડીઝલ કાઢવા માટે ઉપયોગમાં લીધેલ પ્લાસ્ટીક ની પાઇપો નંગ -૨ તથા આરોપી ઓની કારમાંથી મળી આવેલ નંબર પ્લેટો નંગ -૨ કુલ મળીને કિમત રૂ. ૪.૧૪.૪૨૦/-ના મુદ્દામાલ સાથે ગોધરા એલ.સી.બી દ્ધારા જપ્ત કરી વેજલપુર પોલિસ સ્ટેશન ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રીપોર્ટર-ભાવીનભાઈ પરમાર
કાલોલ(પચમહાલ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *