પંચમહાલ:-કાલોલ શહેરમાં ગણપતિ વિસર્જન ને લઈને આજ સવારથી જ એસ આર પી જવાનો અને સ્થાનિક પોલીસ ખડે પગે જોવા મળી
હાલમાં ચાલુ વર્ષે કોરોના મહામારી ને કારણે વહીવટી તંત્ર દ્વારા શ્રાવણ માસના તમામ તહેવારો ,મેળાઓ, ધાર્મિક કાર્યક્રમો આ ઉપરાંત ત્યારબાદ આવતા ગણપતિ મહોત્સવ વગેરે માં જાહેરમાં પ્રતિબંધ રાખેલ તેથી બધાએ પોતાના ઘરમાં જ શ્રીજી ની સ્થાપના કરી હતી.ત્યારે આજરોજ કાલોલ નગરમાં ગણપતિ વિસર્જન ને લઈને આજ સવારથી જ કાલોલ માં સ્થાનિક પોલીસ સાથે એસ આર પી જવાનોની ટીમ સાથે ખડે પગે જોવા મળ્યા હતાં.સરકાર ની ગાઈડલાઈન મુજબ જાહેરમાં દર વર્ષની જેમ નદી તળાવમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ હતો.તેને લઈને આજ સવારથીજ કાલોલ માં એસ આર પી જવાનો સાથે સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ પોઈન્ટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જેથી કરી કોરોના સંક્રમણ વધારે ફેલાઈ નહિ અને સરકારની ગાઈડ લાઈન નું પણ પાલન થાય.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ
પંચમહાલ:-કાલોલ શહેરમાં ગણપતિ વિસર્જન ને લઈને આજ સવારથી જ એસ આર પી જવાનો અને સ્થાનિક પોલીસ ખડે પગે જોવા મળી
Views 59