પંચમહાલ:-કાલોલ બસ્ટેન્ડની સામે આવેલી ભૂમિ ઓટો મોબાઈલ અને ટોટલ લુબ્રિકેટ દુકાન પરથી જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધતી કાલોલ પોલીસ
હાલમાં વિશ્વ ભરમાં કોરોના વાયરસ નું સંક્રમણ ચાલતું હોય અને સદર કોરોના વાયરસને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડી સોશ્યિલ ડિસ્ટનશ જાળવવા,મોઢા ઉપર માસ્ક પહેરવા તથા ચાર કે પાંચ થી વધુ માણસો ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે આજરોજ કાલોલ પોલીસ સ્ટાફના માણસો સરકારી વાહન સાથે પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન કાલોલ બસસ્ટેન્ડ ની સામે આવેલી ટોટલ લુબ્રિકન્ટ અને ભૂમિ ઓટો મોબાઈલ દુકાન પાસે ચારથી વધારે લોકો ટોળું વળી ઉભેલ જોતાં કાલોલ પોલીસ દ્વારા જાહેરનામાં ના ભંગ બદલ નવ ઈસમોની અટકાયત કરી હતી અને તેમનું નામ સરનામું પૂછતાં નીચે પ્રમાણે જણાવ્યું હતું.
(૧)મનોજભાઈ જગદીશભાઈ નાઉ મૂળ આગ્રા રહે કાલોલ
(૨)અમરીશભાઈ કાંતિલાલ દેસાઈ ,કાલોલ
(૩)હરીશભાઈ કાંતિલાલ પંચાલ ,કાલોલ
(૪)અક્રમભાઈ ફેજઅલી ફૂટીલયા મૂળ ઉત્તરપ્રદેશ રહે. હાલોલ
(૫)દલપતસિંહ કાળુભાઇ પરમાર ,ખોડીના મુવાડા કાલોલ
(૬)વનરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ ,દોલતપુરા કાલોલ
(૭)અલ્પેશભાઈ નર્વતસિંહ ગોહિલ રહે બાલાના મુવાડા સાવલી(વડોદરા)
(૮) રાજેન્દ્રભાઈ બુધાભાઈ ભોઈ ,બોરું કાલોલ
(૯)જલાઉદીન નજરૂદિન પઠાણ બોરું કાલોલ (પંચમહાલ)
આ તમામ નવ ઈસમો સામે કાલોલ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.કારણ વગર જાહેરમાં ટોળું વળી ભેગા થઈને ટાઈમ પાસ કરતાં લોકો કોરોના જેવી મહામારીને નજરઅંદાજ કરતાં લોકોમાં કાલોલ પોલીસ દ્વારા કરેલી કાર્યવાહી ન કારણે અન્ય લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ
પંચમહાલ:-કાલોલ બસ્ટેન્ડની સામે આવેલી ભૂમિ ઓટો મોબાઈલ અને ટોટલ લુબ્રિકેટ દુકાન પરથી જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધતી કાલોલ પોલીસ
Views 57