નોકઆઉટમાં પ્રવેશવાના કોલકાતાના સમીકરણ બગાડવા હૈદરાબાદ આતુર

Views 61

કોલકાતા વિજય માટે ફેવરિટ, સાંજે ૭ઃ૩૦થી મેચનો પ્રારંભ થશે.


પ્લે ઓફની હોડમાંથી બહાર થઈ ચૂકેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઇપીએલમાં રવિવારે રમાનારા ડબલ હેડરના બીજા મુકાબલા માટે મેદાનમાં ઊતરશે ત્યારે તેનો લક્ષ્યાંક કોલકાતા નાઇટ રાઇડર્સના નોકઆઉટમાં પ્રવેશવાના સમીકરણોને બગાડવાનો રહેશે. હૈદરાબાદની ટીમ ૧૧ મેચમાં નવ પરાજય સાથે છેલ્લા ક્રમે છે. કોલકાતાએ ૧૨ મેચમાં ૧૦ પોઇન્ટ સાથે પ્લે ઓફમાં પ્રવેશવાની આશાને જીવંત રાખી છે. યુએઇમાં આઇપીએલનો પુનઃપ્રારંભ થયા બાદ હૈદરાબાદની ટીમ ચાર મેચમાં માત્ર એક જીતી શકી છે. હૈદરાબાદે ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરને ટીમમાંથી બહાર કર્યો હોવા છતાં કેન વિલિયમ્સનની ટીમ વિજય હાંસલ કરી શકી નહોતી. બેટિંગ હૈદરાબાદનું સૌથી મોટું નબળું પાસું છે. જોની બેરિસ્ટોની તેને મોટી ખોટ પડી રહી છે.
બોલિંગમાં હૈદરાબાદના બોલર જેસન હોલ્ડરે તમામને પ્રભાવિત કર્યા છે પરંતુ ભારતના સિનિયર બોલર ભુવનેશ્વર તથા સિદ્ધાર્થ કૌલે નિરાશ કર્યા છે. લેગ સ્પિનર રાશિદ ખાન કોઈ પણ ટીમ માટે જોખમી બની શકે છે પરંતુ મોટા ભાગની મેચોમાં તેને મેચવિનિંગ સ્પેલ નાખવાની તક મળી નથી. કોલકાતા માટે વેંકટેશ ઐયર અને રાહુલ ત્રિપાઠી ફોર્મમાં છે. નીતીશ રાણાને ઉપલા ક્રમે બેટિંગ કરાવવાનો કોલકાતાને ફાયદો થયો છે. બોલિંગમાં બે મુખ્ય સ્પિનર વરુણ ચક્રવર્તી અને સુનીલ નરૈન ચુસ્ત સ્પેલ નાખીને હરીફ બેટ્સમેનો માટે મુશ્કેલીઓ ઊભી કરે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *