નારાજ દુકાનદારે રોડ પર ફેકી દીધી શાકભાજી, બોલ્યો- PM ભાષણ આપશે અને અમે લોકો…
કોરોનાએ આખા વિશ્વને જાણે કે ઠપ્પ કરી દીધું છે. કોરોનાના કારણે બધા રીત રિવાજો અને ઉજવણીમાં પણ બદલાવ થઈ રહ્યો છે. ભારતમાં સખત ગંભીર પરિસ્થિતિ બની ગઈ છે. રાજ્યો લોકડાઉન અને કોરોના કર્ફ્યૂ લગાવી રહ્યા છે. એવામાં પ્રવાસી મજૂરોએ પણ ફરી એકવાર પોતાના વતન તરફ મીટ માંડી છે. કોરોનાના કારણે વેપાર-ધંધા ઠપ્પ થવા લાગ્યા છે. લોકોને હૉસ્પિટલોમાં બેડ મળી રહ્યા નથી એટલું જ નહીં સ્મશાન ગૃહોમાં પણ લાંબી લાઈનો અને શવના અંતિમ સંસ્કાર માટે કલાકો રાહ જોવી પડી રહી છે અને સામાન્ય લોકો નિઃસહાય બન્યા છે.
બિહારમાં કોરોનાને જોતા મુખ્યમંત્રી નીતિશ કુમારે સર્વદળીય બેઠક કરીને થોડા દિવસો પહેલા કેટલાક નિર્ણય લીધા હતા. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સાંજ 6 વાગ્યા બાદ દુકાનો બંધ કરી દેવામાં આવશે, પરંતુ સાસારામ પેટા વિભાગીય વિસ્તારમાં જ્યારે પ્રશાસન સાંજે 6 વાગ્યા બાદ રોડ પર લાગેલી દુકાન બંધ કરાવવા લાગ્યું તો નારાજ થઈને એક શાકભાજી વિક્રેતાએ રોડ પર બધી શાકભાજી ફેકી દીધી અને પોલીસ સામે જોર જોરથી બૂમાબૂમ કરવા લાગ્યો.
આ ઘટના શનિવાર સાંજની સાસારામ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના બેદા નહેર પાસેની છે. દુકાનદારનું કહેવું છે કે એ લોકો સાંજે 5 વાગ્યે શાકભાજીની દુકાન લગાવે છે એવામાં 6 વાગ્યે બંધ કરી દેશે તો ખાવા માટે પૈસા ક્યાંથી આવશે. તેણે આગળ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપે છે અમે લોકો 5 વાગ્યે દુકાન લગાવીએ છે એવામાં 6 વાગ્યે દુકાન બંધ કરશે તો ખાધા વગર જ મરી જઈશું. ત્યારબાદ ઘણા સમય સુધી હોબાળો થતો રહ્યો. આ દરમિયાન પોલીસ લોકોને સમજાવતી રહી.
જોકે શાકભાજી વિક્રેતાના આ ગુસ્સાને જોઈને અધિકારી પણ ડરી ગયા અને ત્યાંથી જતા રહેવામાં જ ભલું સમજ્યું. બીજી તરફ બધી શાકભાજી બગડી ગઈ. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઇને સરકારે ઘણા નિયમ બનાવ્યા છે. રાજ્યમાં કર્ફ્યૂ પણ લાગી ગયું છે. એવામાં કોરોનાનો પ્રકોપ જો બંધ કરવો હશે તો સાવધાની ખૂબ જરૂરી છે. ગેરજરૂરી દુકાનોને સમય પર બંધ કરવા માટે સખત ચેતવણી આપવામાં આવી રહી છે. એવામાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરો અને જરૂરત વિના ઘરથી બહાર નીકળવાનું ટાળો