ધોધમાર:પાટણમાં મધરાત્રે મેધમહેર થતાં નાળા અને નીચાણવાળા વિસ્તારો ફરી પાણીથી છલકાયા

Views 144

            પાટણ સહિત પંથકમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક છૂટા છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લામાં બે કલાકમાં પોણથી એક ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. વરસાદને પગલે હાઇવે પર લાંબુ ટ્રાફિક જામ થયુ હતું. જ્યારે શહેરના બુકડી ચોક વિસ્તારમાં વડલો ધરાશાયી થતા 3 દુકાનોને નુકસાન થયુ હતું.

                પાટણ શહેરમાં રાત્રે 3 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી અવિરત વરસાદ વરસ્યો હતો. જેમાં રેલવે ગરનાળા, કોલેજ રોડ પર બનાવાયેલ અંડરબિજ, કેકે ગર્લ્સ હાઈસ્કૂલ, ઝવેરી બજાર, બુકડી, રાજકા વાડા, બી એમ હાઈસ્કૂલ રોડ, પારેવા સર્કલ અને પિતાબમર તળાવ સહિતના નિચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘોઘમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયાં હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ સહિત પંથકમાં વરસાદી માહોલ થતાં ખેડૂતો આનંદો જોવા મળ્યો હતો.

વરસાદ વચ્ચે શહેરમાં ટ્રાફિક જામ
શહેરમાં વરસાદને લઇ શહેરના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા યુનિવર્સિટી રોડનો એક જ મુખ્ય માર્ગ શરૂ રહેતા ફાટક બંધ થયા બાદ હાઇવે પર લાંબુ ટ્રાફિક જામ થયુ હતું. 2 કલાકથી વધુ વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાતા મુશ્કેલીમાં મૂકાયા હતા.

વડલો ધરાશાયી થતા 3 દુકાનોને નુકસાન
શહેરમાં બુકડી ચોક વિસ્તારમાં ભારે વરસાદના પગલે વર્ષો જૂનો ઘટાદાર વડલો ધરાશાયી થતા નીચે આવેલી ત્રણ દુકાનનોને ભારે નુકસાન થયુ હતુ, જોકે સદનસીબે રાત્રે વડલો ધરાશાયી થતાં જાનહાનિ ટળી હતી.

સાંજે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીના વરસાદ વરસાદના આંકડા

  • પાટણ- 20 મિમી
  • સરસ્વતી- 22 મિમી
  • ​​​​​​​સાંતલપુર- 19 મિમી
  • ​​​​​​​ચાણસ્મા- 4 મિમી
  • ​​​​​​​સમી- 01 મિમી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *