દીવાળી આવતાંની સાથે જ મોટા–મોટા પોલીસ અધિકારીઓની અનિલ સ્ટાર્ચ મિલ પાસેના વિસ્તારમાં લાઇનોે લાગે છે. કારણ કે અહી ફટાકડા દુકાનો અને ગોડાઉનો આવેલા છે, જેથી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ હેઠળ ગોરખધંધા ચાલી રહ્યા છે. ફટાકડાનો ધંધામાં તમામ નિયમોનુ પાલન કરવું શકય ના હોવાની દલીલ વેપારીઓ કરતા હોય છે.જેથી તે પણ કાયદો તોડી રહ્યા હોવાથી પોલીસ તેનો પૂરેપૂરો લાભ લઇને જે કિંમત થાય તેના કરતાં 40થી 50 ટકા રકમ આપીને ફટાકડાના થેલે–થેલા લઇ જાય છે. જો કે વેપારીઓ સ્થાનિક પોલીસના ખિસ્સા ગરમ રાખીને પણ એક સિઝનનો કરોડો રૂપિયાનો ધંધો કરી લેતા હોવાનુ જાણવા મળ્યુ છે. કેટલાક પોલીસ કર્મચારીઓ તો પોતાના અધિકારીઓએ ફટાકડા મંગાવ્યા હોવાનું વેપારીઓને જણાવીને મોંઘા મોંઘા ફટાકડા લઈ જાય છે. આમ હવે તહેવારોની સિઝન હોવાથી પોલીસ પણ પોતાની દિવાળી સુધારવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે.
બુટલેગર્સની તપાસ : મળતિયાને જ તપાસ સોંપતા ACP સામે કોલ્ડ વૉર
અમદાવાદ શહેરના એક એસીપીના કારણે કેટલાક પોલીસ અધિકારીઓમાં તેમજ પોલીસ કર્મચારીઓમાં નારાજગી વ્યાપી છે. કારણ કે આ અધિકારી તેમની અંડર આવતા પોલીસ સ્ટેશનના બુટલેગરો સામે નોંધાયેલા ગુનાની તપાસ બીજા અધિકારીઓને આપી દે છે, જેથી અગાઉ તપાસ કરી રહેલા અધિકારીઓએ બુટલેગરો સાથે સેટિંગ કરીને ભીનુ સંકેલી લીધુ હોય તો તેમની પોલ પકડાઇ જાય છે. જો કે બીજી તરફ એસીપી પણ તેમના કહ્યાગરા અધિકારીઓને તપાસ સોંપીને બુટલેગરો સાથે ગોઠવણ કરાવવા માટે આપી દેતા હોવાની પોલીસબેડામાં ચર્ચા ચાલી રહી છે. આમ દિવાળી ટાણે જ પોતાના પર કડાકા–ભડાકા ન થાય તેની કેટલાક પોલીhttp://hbntvnews.com/2021/10/24/દિવાળી-આવતાં-જ-ફટાકડા-લેવ/સ કર્મચારીઓને બીક સતાવી રહી હોય તેવી પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.
ફુલેકાબાજ વહીવટદારને ઉચ્ચ અધિકારીએ ચેમ્બરમાંથી કાઢી મૂક્યો
શહેરમાં અગાઉ એક પીઆઇનું 20 લાખનું ફુલેકુ ફેરવનાર વહીવટદાર હવે પિૃમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનનો વહીવટ લેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓના શરણે ગયો હતો. પરંતુ પીઆઇની સાથે સાથે એક એસપી કક્ષાના અધિકારીનું પણ આ વહીવટદારે ફુલેકુ ફેરવ્યુ હતુ. જેથી ઉચ્ચ અધિકારીએ ચેમ્બરમાંથી જ ફુલેકાભાજ વહીવટદારને કાઢી મૂક્યો હતો. બાદમાં પીઆઇને પગે પડીને વહીવટ આપવા વિનંતી કરી હતી. જો કે, અગાઉ આ પીઆઇએ તેણે વહીવટમાં રાખ્યો હતો ત્યારે પણ પીઆઇને ફુલેકાબાજ વહીવટદારને કરતૂતોની જાણ થઇ હતી. જેથી આ વખતે પીઆઇએ ફુલેકાબાજને કહ્યુ કે, તુ પગે લાગીશ તો પણ તને વહીવટ નહીં આપુ તેવુ પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યુ છે.
મલાઈદાર પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મેળવવા PI હવે વહીવટદારના શરણે
શહેરમાં થોડાસમય પહેલા અનેક પીઆઇઓની આતંરીક બદલી કરી દેવામાં આવી હતી. જેમાં કેટલાક પીઆઈએ મલાઈદાર પોલીસ સ્ટેશન મેળવવા માટે ઉચ્ચ અધિકારીઓ કે રાજકીય નેતાઓ પાસે ગયા ન હતા, પરંતુ પોલીસ સ્ટેશનમાં અગાઉના વહીવટદારનો હાથ પકડીને પોલીસ સ્ટેશન મેળવવા માટે રજૂઆત કરી હતી. વહીવટદારોને પીઆઇએ વહીવટ સોંપવાનું પ્રોમિસ આપતાં જ પીઆઇએ મલાઈદાર પોલીસ સ્ટેશનનું ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. આવી જ રીતે ત્રણ પીઆઇએ મલાઇદાર પોલીસ સ્ટેશન મેળવ્યુ હોવાની પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે.