દિલ્હી ચકલા પાસે ભર બપોરે મકાનના તાળા તોડી તસ્કરો રૃા. ૫૩,૦૦૦ની મત્તા લઇ ગયા

Views 112

દિલ્હી ચકલા પાસે ભર બપોરે તસ્કારોએ મકાનના તાળા તોડીને શ્રમજીવી પરિવારના મકાનમાંથી રોકડા રૃા. ૨૨, ૦૦૦ અને સોનાના દાગીના મળી કુલ રૃા.૫૩,૦૦૦ની મત્તાની ચોરી કરી હતી. આ બનાવ અંગે શાહપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘરમાં પ્રવેશીને તિજોરીમાંથી પુત્રના પગારના રૃા. ૨૨ હજાર અને સોનાના દાગીના લઇ જતા રહ્યા

આ કેસની વિગત એવી છે કે  શાહપુર દિલ્હી ચકલા પાસે કાણી ખાંડના મહોલ્લામાં રહેતા સાબીર હુસેન મુસ્તાકહુસેન શેખએ શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી  છે કે તેઓ ગઇકાલે સવારે રિક્ષા  લઇને ધંધે ગયા હતા  સાંજે છ વાગે પરત આવ્યા ત્યારે મકાનના તાળા તૂટેલા હતા.

ઘરમાં જઇને જોયું તો તસ્કરોએ ઘરના દરવાજા પાસે પડેલા રાંધણ ગેસના બાટલાની ચોરી કરી હતી  અને મકાનમાં પ્રવેશ કરીને તિજોરી ખોલી હતી અને તેમાંથી ફરિયાદીના પુત્રના પગારના રૃા. ૨૨,૦૦૦ રોકડા તથા સોનાની વિંટીઓ મળીને દાગીના મળી કુલ રૃા. ૫૩,૦૦૦ની ચોરી કરી હતી. આ બનાવ અંગે શાહપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *