દારૂના નશામાં ધૂત સરકારી કોલેજના કાર્યકારી પ્રિન્સિપાલે કેમ્પમાં પહોંચી હંગામો કર્યો. વિદ્યાર્થીઓએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેમની સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યો હતો. વિદ્યાર્થીઓને પણ ગુસ્સો આવતા પ્રિન્સિપાલને ધક્કા મારી બહાર કાઢવામાં આવ્યો અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી વાયરલ થયો છે. જે ખબર હવે કોલેજ કેમ્પસથી, પોલીસ અને પોલીસથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ચુકી છે. આ સમગ્ર ઘટના શ્રીગંગાનગર વિસ્તારની છે.
વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન
અનૂપગઢના શેઠ બિહારીલાલ છાબડા રાજકીય મહાવિદ્યાલયમાં કાર્યકારી આચાર્ય અશોક કુમાર મીણા નશામાં ધૂત થઈ કોલેજેમાં પ્રવેશ કરે છે. દારૂનો એટલો નશો કર્યો હોય છે કે કોલેજમાં આવતાની સાથે જ પ્રિન્સિપાલ હંગામો કરવા લાગે છે. વિદ્યાર્થીઓના ગ્રુપ પાસે પહોંચે છે તો વિદ્યાર્થીઓ તેને રોકવાનો પ્રયાસ કરે છે. જ્યારે કાર્યકારી પ્રિન્સિપાલ મીણા ગાળા-ગાળી કરે છે અને વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન કરે છે. જેના કારણે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ધક્કા મારી આચાર્યને ત્યાંથી બહાર ધક્કો મારી કાઢી મુકે છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે આચાર્ય અમારી વાત સાંભળતા ન હતા અને ગાળા ગાળી કરતા હોવાના કારણે અમારે થાકી ને ધક્કો મારી બહાર કાઢવા પડ્યા હતા અને પોલીસ તેમજ પ્રશાસનને જાણ કરવી પડી હતી.
ધક્કા મારતા દેખાયા વિદ્યાર્થીઓ
રૂમમાં પ્રિન્સિપાલ અશોક કુમાર મીણા જમીન પર બેઠા છે અને તેની ચારે તરફ વિદ્યાર્થીઓ ઉભા છે. ઘણું ટોક્યા બાદ પણ ન માનવાથી વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલને ઉઠાવી, ધક્કા મારી બહાર કાઢી મુકે છે. આ પ્રકારે તેઓ જમીન પર પડી જાય છે. ત્યારબાદ તેને ઉઠાવવામાં આવે છે અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવે છે. જોકે ઘટના બાદ વિદ્યાર્થીઓનો ગુસ્સો શાંત નથી પડતો. પોલીસની કાર્યવાહી સાથે કોલેજ પ્રશાસન પણ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરે તેવી માગ સાથે વિદ્યાર્થીઓ ધરણા પર બેસે છે.