દાંતાના ભેમાલ ગામે ગેરકાયદેસર દબાણને લઈ હલ્લાબોલ, સ્થિતિ બગડતાં અન્ય પોલીસ કાફલો પણ બોલાવ્યો

Views 111

દાંતાથી 10 કિલોમીટર દૂર સતલાસણા માર્ગ પર ભેમાળ ગામે દબાણદારે શાળાની જગ્યા પર ગેરકાયદેસર હવાડો બનાવેલો હતો. ગામના હિન્દુ અને મુસ્લિમ લોકો દ્વારા દબાણદારને દબાણ ખુલ્લું કરવા માટે ભારે સમજાવવામાં આવ્યો હતો. પરંતુ દબાણદાર દબાણ દૂર ન કરતા ટીડીઓ અને પોલીસ તંત્રની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાય ત્યારે દબાણ દારે ઝેરી પ્રવાહી પી લેતા મામલો ગરમાયો હતો. પોલીસ તાત્કાલિક ધોરણે દબાણદારને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગઈ હતી. તો બીજી તરફ દબાણદારના પરિવારના બે લોકોની અટકાયત કરવામાં આવી હતી.

દાંતા તાલુકાના ભેમાળ ગામે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે દાંતા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી અને વહીવટી અધિકારીઓ પણ ગામમાં પહોંચી ગયા હતા. ભેમાલ ગામની વચ્ચે સરકારી જગ્યા કે, જે શાળા માટે ખુલ્લી રાખવાની હતી. તે જગ્યા પર માથાભારે વ્યક્તિએ દબાણ કરેલું હતું. ગામના સરપંચે જણાવ્યું હતું કે, દબાણદારે રાહત સહાયના ચાર પ્લોટ જે તે માલિકને ધમકી આપીને પોતાના નામે કરાવી લીધી હતી અને આ રાહતના પ્લોટ ઘણે દૂર ગામથી હોય તેને ગામની વચ્ચે કે, જે સ્થળે તેને દબાણ કર્યું હતું. તે જગ્યા પર રાહતના પ્લોટનો દસ્તાવેજ લોકોને બતાવતો હતો.

આ બાબતની ગંભીરતા સમજીને ગામના સરપંચ દ્વારા દબાણદારને દબાણ દૂર કરવા માટે વારંવાર સમજાવવામાં આવ્યો હતો અને છેલ્લે નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયતની દબાણ ટીમ દ્વારા સરપંચ તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરીને આજરોજ શાળાનું દબાણ ખુલ્લું કરવા માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને બોલાવવામાં આવી હતી. દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેસીબી દ્વારા જે શાળા માટેનો જે પ્લોટ હતો. તે તમામ જગ્યાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ભેમાળ ગામે દબાણ હટાવવા બાબતે ભારે હલ્લાબોલ થતાં ઘટના સ્થળે હાજર દાંતા પોલીસે વધુ પોલીસ કાફલો વડગામ અને અંબાજીથી બોલાવ્યો હતો. ત્યારે સ્થિતિ નિયંત્રણમાં આવતા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આયું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *