કલોલમાં SMCના દરોડા બાદ 3 કર્મીને સસ્પેન્ડ કરાયા હતા; ત્યારે તેને જોઈ મોડી જાગેલી પોલીસે 4000 લી. વોશ ઝડપ્યો

Views 109

કલોલના ખોરજાપરામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી 2002 લીટરનો દેશી દારૂ તેમજ 7600 લીટરનો વોશ પકડી સમગ્ર રેકેટનો ઉજાગર કરી દેવામાં આવ્યું હતું. જે બાબતની ગંધ તાલુકા પોલીસને ન આવતા છેક સ્ટેટ મોનિટરિંગ સેલને આવી જતા ક્યાંકને ક્યાંક તાલુકા પોલીસ સ્ટેશનની કામમાં બેદરકારી દેખાઈ હતી.

સમગ્ર ઘટનાની રેન્જ આઈ જી દ્વારા નોંધ લઇ કડક પગલાં ભરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એમ ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

રેન્જ આઈ જીના કડક વલણ બાદ હવે તાલુકા પોલીસ સ્ટેશનને દેશી દારૂની ગંધ આવવા લાગી છે. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીને બાતમી મળી હતી કે, સહીજ ગામમાં લક્ષ્મીપુરામાં આવેલા ચેહર માતાના મંદિરવાળાની બાજુમાં પાણીના વેરાની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં દેશી દારૂ ગાળવાનો ગેરકાયદેસર ધંધો થાય છે.

આ બાબતની બાતમીના આધારે તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. જગ્યા ઉપર તપાસ કરતા પ્લાસ્ટિકના 20 પીપડાઓ મળી આવ્યા હતા. દરેક પ્લાસ્ટિકના પીપમાં દેશી દારૂ બનાવવાનું મિશ્રણ (વોશ) મળી આવ્યું હતું. તેમાં એક પીપમાં 200 લીટર જેટલું વોશ હોય જેથી વીસપીપમાં કુલ 4000 લીટર વોશ કલોલ તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો.

પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, લીલાબેન રમણજી ઠાકોર આ દેશી દારૂ ગાળવાનો ધંધો કરે છે. ત્યારે તાલુકા પોલીસે આ સમગ્ર મામલે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *