થરાદ પાલિકામાં ખોટા દસ્તાવેજ રજૂ‎ કરી દુકાનનું લાયસન્સ નામે કરી દીધું‎

Views 52

થરાદમાં દુકાન ધરાવતા એક‎ ભાગીદારે બીજાનો ખોટો દસ્તાવેજ‎ બનાવી નગરપાલિકામાં રજુ કરી‎ લાયસન્સ પોતાના નામે કરી દીધું‎ હતું. આ બનાવ અંગે પોલીસ‎ ફરિયાદ નોંધાવતાં પોલીસે‎ આઇપીસી મુજબ ગુનો દાખલ કરી‎ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.‎ બનાસડેરીના કાતરવા પ્લાન્ટમાં‎ સુપરવાઈઝર તરીકે નોકરી‎ વિક્રમભાઇ રૂપસીભાઇ ચૌધરી‎ (રહે.ઢેરીયાણા,તા.વાવ ) એ‎ 2019માં ગામના ઇશ્વરભાઇ‎ નાગજીભાઇ ચૌધરી અને‎ બબાભાઇ નામના બે ભાઇઓ‎ સાથે ભાગીદારીમાં થરાદ વિજય‎ બિઝનેશ શોપિંગ સેન્ટરમાં દુકાન‎ ભાડેથી રાખીને ન્યુ રામદેવ‎ પ્રોવિઝન સ્ટોર્સ નામની કરીયાણા‎ દુકાન ચાલુ કરી હતી.

જે દુકાનના‎ પ્રોપ્રાઇટર તરીકે વિક્રમભાઇએ‎ પોતાનું દુકાનનું લાયસન્સ‎ નગરપાલિકા થરાદથી મેળવેલું‎ હતું. શરૂઆતમાં બંને સાથે દુકાન‎ સંભાળ્યા બાદ વિક્રમભાઇને‎ બનાસ ડેરી લખનઉ પ્લાન્ટમાં‎ નોકરી મળતાં ત્યાં જતા રહ્યા હતા.‎ ત્યારબાદ દુકાનના હિસાબ બાબતે‎ બબાભાઇ અને ઇશ્વરભાઇને વાત‎ કરતાં બબાભાઇએ તારે દુકાને કંઇ‎ લેવા દેવા નથી, શાના હિસાબ‎ હોય, કોઇ હિસાબ કરવાનો નથી.‎ આ દુકાન મારા નામની છે તેમ‎ વાત કરી દુકાનનો હિસાબ કરવામાં‎ પણ રાજી ન હતા કે રૂપિયા પરત‎ આપી દુકાનમાંથી ભાગીદારી‎ કાઢવાની વાત કરવા છતાં પણ‎ માનતા ન હતા. ઉલટાનું તેમણે‎ ધમકી આપતાં અગાઉ આ અંગે‎ પોલીસ ફરિયાદ કરી હતી.‎

બીજી બાજુ આ દુકાનનું‎ લાયસન્સ તેમના નામનું હોવા‎ છતાં પણ બબાભાઇ નાગજીભાઇ‎ ચૌધરીએ તેના નામે કરી દિધું હતું‎ તેવું જાણવા મળતાં તેમણે‎ નગરપાલિકામાં અરજી આપીને‎ દુકાનની લાયસન્સ તથા બીજા‎ કાગળોની માંગણી કરતાં નકલ‎ મળી હતી. સ્ટેમ્પમાં ચકાસણી‎ કરતાં સોગંદનામામાં સ્ટોર્સના‎ પ્રોપ્રાઇટર હક લખી આપેલ હતો.‎ જેમાં વિક્રમભાઇ લખનઉ હોવા‎ છતાં પણ લખી આપનારમાં‎ વી.આર.ચૌધરી તરીકે તેમની સહી‎ કરેલી હતી. તેમાં રહેલ જેવી સહી‎ તેઓ કરતા ન હોઇ આ બાબતે‎ બબાભાઇને પુછતાં કોઇ જવાબ‎ આપ્યો ન હતો.‎

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *