ડાંગ જિલ્લા નેશનલ ગ્રીન કોર્પ્સ અંતર્ગત ઈકો મેળો યોજાયોઃ

Views 120

        ડાંગ જિલ્લામાં નેશનલ ગ્રીન કોર્પ્સ કાર્યક્રમ અંતર્ગત તા.૫/૩/૨૦ ના રોજ ડાંગ ક્લબ આહવા ખાતે ડાંગ જિલલા ઈકો મેળો યોજાયો હતો. ગીર ફાઉન્ડેશન ગાંધીનગર,દક્ષિણ ડાંગ વન વિભાગ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ઐતિહાસિક ડાંગ દરબાર મેળા સાથે ઈકો મેળો પણ યોજાઇ છે.
        બાળકોમાં પર્યાવરણ પ્રત્યે સંવેદના જાગે અને પર્યાવરણ સંરક્ષણ નો અભિગમ કેળવાય એ હેતુથી યોજાતા ઈકો મેળામાં ડાંગની ધોરણ ૫ થી ૧૨ ની શાળાઓમાં ૨૫૨ જેટલી કાર્યરત ઈકો શાળાઓ છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મેળામાં આવનાર આમજનતાને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ શાળાઓમાં ઈકો ક્લબની પ્રવૃત્ત્િાઓથી વાકેફ કરાઇ હતી. ઈકો મેળાનું ઉદ્‍ધાટન નાયબ વન સંરક્ષક અને નાયબ નિયામક (ઈ.ઈ.) શ્રી ડી.સી.મહેતાએ કર્યું હતું.
          
ઈકો મેળામા઼ રજુ થયેલી કૃતિઓમાં પ્રથમ નંબરે સરકારી આશ્રમ શાળા પીંપરી(શાળાની ઈકો ક્લબની પ્રવૃત્ત્િાઓ) , બીજા નંબરે આંબાપાડા પ્રાથમિક શાળા(કુદરતી પ્રાકૃતિક રંગો) ત્રીજા નંબરે પ્રાથમિક શાળા જાખાના (ઔષધિ વનસ્પતિ સરગવો) જાહેર થયા હતા. વિજેતા શાળાઓને રૂ.૧૦૦૦ થી રૂા.૩૦૦૦ સુધીના રોકડ પુરસ્કાર અપાયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *