ટૂંક સમયમાં સેન્સેક્સ 60 હજારની સપાટી કુદાવી શકે છે, શેરબજારમાં આટલી તેજી અને તેની અસર વિશે જાણો

Views 135

શેરબજારમાં તેજીમય માહોલ જામ્યો છે. સેન્સેક્સ આજે 418 પોઇન્ટના ઉછાળા સાથે 59141 પર બંધ આવ્યો છે. નિફ્ટી પણ 110 પોઇન્ટની મજબૂતી સાથે 17630 પર બંધ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ મહિનાના અંત ભાગ અથવા આગામી મહિનાના પ્રથમ સપ્તાહ સુધી સેન્સેક્સ 60 હજારને પાર પહોંચી શકે છે. છેલ્લા 20 વર્ષમાં સેન્સેક્સે સૌથી વધારે ઉછાળો આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં નોંધાવ્યો છે. શેરબજારમાં તેજી શા માટે અને તેની શું અસર થશે તે અંગે આજે આપણે ચર્ચા કરશું…..

કોરોના કાળમાં 2 પોઝિટિવ નિર્ણયથી માર્કેટે પકડી ઝડપ
1. AGRની મુદત,100 ટકા FDI: કેઆર ચોક્સીના MD દેવેન ચોક્સીએ જણાવે છે કે બજારની તેજી સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલા નિર્ણય પર આધાર રાખે છે. ટેલિકોમ સેક્ટકરને એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (AGR)ચુકવવા માટે 4 વર્ષની મુદત મળી છે. આ નિર્ણય ટેલિકોમ અને બેન્કિંગ સેક્ટર માટે ઘણો પોઝિટિવ રહ્યો છે. આ ઉપરાંત ટેલિકોમમાં 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવામાં આવી છે અને આ માટે સરકારની મંજૂરી મેળવવી પડશે નહીં.

2. રૂપિયા 25,938 કરોડની PLI સ્કીમઃ આ ઉપરાંત સરકારે ઓટો સેક્ટર માટે રૂપિયા 25,938 કરોડની રકમ PLI સ્કીમની પણ જાહેરાત કરી છે. આ અગાઉ સરકારે ટેક્સટાઈલ સેક્ટર માટે પણ રૂપિયા 10,683 કરોડની સ્કીમ જાહેર કરી હતી. અત્યાર સુધીમાં સરકાર આશરે 15 સેક્ટર સાથે જોડાયેલી સ્પેશિયલ સ્કીમની જાહેરાત કરી ચુકી છે.

નિર્ણય પર અસર
1. ટેલિકોમ અને ઓટો શેરમાં તેજી

સરકાર તરફથી આવેલા મહત્વના નિર્ણય બાદ ટેલિકોમ શેરોમાં તેજીમય માહોલ જોવા મળ્યો છે. ટેલિકોમ અંગે સરકારના નિર્ણયની સૌથી વધારે લાભ વોડાફોન આઈડિયાને થશે. કંપનીના શેરોમાં આજે 27.37 ટકા તેજી સાથે રૂપિયા 11.40 પર બંધ આવ્યો હતો. ઓટો સેક્ટર સાથે સંકળાયેલી જાહેરાત બાદ ઓટો પાર્ટ્સ ઉત્પાદક કંપની બોશના શેરોમાં 5 ટકાની તેજી સાથે રૂપિયા 15,298 પર બંધ રહ્યો હતો.

2. દિવાળી સુધી સેન્સેક્સ નવી ઉંચાઈએ આવી જશે
દેવેન ચોક્સીના મતે આ મહિનાના અંત ભાગ અથવા આગામી મહિનાની શરૂઆતમાં સેન્સેક્સ 60,000ના લેવલને સ્પર્શી શકે છે. CNI રિસર્ચના ચેરમેન કિશોર ઓસ્તવાલે કહ્યું છે કે બજારની તેજી આગામી વર્ષ સુધી યથાવત રહેશે. એવું પણ બની શકે છે કે ઓક્ટોબરમાં મામુલી ઘટાડો આવે, પણ દિવાળીના સમયે બજાર 61 હજારના લેવલને સ્પર્શી શકે છે. ચોક્સીના મતે સેન્સેક્સ 60 હજારના લેવલે આ મહિનાના અંત સુધીમાં અથવા આગામી મહિનાની શરૂઆતમાં આવી શકે છે. ​​​​​​​

રોકાણકારો માટે તકો
સ્વસ્તિકા ઈન્વેસ્ટમાર્ટના રિસર્ચ ડેહ સંતોષ મીણાએ કહે છે કે બજારમાં તેજી મુખ્યત્વે સરકારના પ્રોત્સાહના ઉપાયો અથવા PLI સ્કીમથી છે. સરકાર 10-12 સેક્ટર માટે સ્કીમ લાવી રહી છે. મીણાના મતે બેન્કિંગ શેરમાં સારું વળતર મળી શકે છે. ​​​​​​​

સપ્ટેમ્બર મહિનામાં રોકાણકારોને રૂપિયા 10.69 લાખ કરોડનો ફાયદો
સેન્સેક્સની માર્કેટ કેપ એટલે કે તેમાં લિસ્ટેડ કંપનીઓનું મૂલ્ય આ મહિને રૂપિયા 10.69 લાખ કરોડ વધ્યું છે. 1લી સપ્ટેમ્બરના રોજ તેનું કુલ માર્કેટ કેપ રૂપિયા 250 લાખ કરોડ હતું. ગુરુવારે અહીં રૂપિયા 260.69 લાખ કરોડ પહોંચી ગયું. ઓગસ્ટમાં સેન્સેક્સનું માર્કેટ કેપ રૂપિયા 237 લાખથી રૂપિયા 13 લાખ કરોડ વધી રૂપિયા 250 લાખ કરોડ થઈ ગયું હતું.

સેન્સેક્સનું માર્કેટ કેપ એટલે કે તેમા લિસ્ટેડ કંપનીઓનું વેલ્યુ આ મહિને રૂપિયા 10.69 લાખ કરોડ વધ્યું છે. પહેલી સપ્ટેમ્બરે કુલ માર્કેટ કેપ રૂપિયા 250 લાખ કરોડ હતું. ગુરુવારે તે રૂપિયા 260.69 લાખ કરોડ થઈ ગયેલું. ઓગસ્ટમાં સેન્સેક્સનું માર્કેટ કેપ રૂપિયા 237 લાખથી રૂપિયા 13 લાખ કરોડ વધી રૂપિયા 250 લાખ કરોડ થઈ ગયું હતું.

20 વર્ષમાં સૌથી મોટી છલાંગ
છેલ્લા 20 વર્ષના આંકડાને જોઈએ તો સેન્સેક્સે સૌથી મોટો ઉછાળો 2021માં નોંધાવ્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી લઈ અત્યાર સુધીમાં સેન્સેક્સ આશરે 15000 પોઇન્ટ વધ્યો છે. જાન્યુઆરીમાં તે 46,295 પર બંધ રહેલો. ગુરુવારે તે 59,000 પાર થયો છે. આ અગાઉ વર્ષ 2009માં સૌથી મોટો ઉછાળો નોંધાવેલો. વર્ષ 2009ના જાન્યુઆરી સમયે સેન્સેક્સ 9,424 પર બંધ રહ્યો હતો, જે સપ્ટેમ્બરમાં 17,126 પોઇન્ટ હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *