બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃતિઓ નેસ્ત નાબૂદ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ તે મુજબ પો.સ.ઈ કે.પી.જાડેજા એલ.સી.બી ગોધરાનાઓને ખાનગી રાહે બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ એલ.સી.બી સ્ટાફના માણસો સાથે રાખી રેઈડ કરતાં વિદેશી દારૂ ઝડપાઈ આવ્યો હતો જે નીચે મુજબ છે.
ડાંગરના ખેતરમાં પરાળ નીચે સંતાળી રાખેલો દારૂ ઝડપાયો
કાલોલ તાલુકાના ખરસાલીયા ગામે ખેતરના સેઢા ઉપર ડાંગરના પરાળની નીચે સાંતાડી રાખેલ વિદેશી દારૂના કવાંટરિયાંની તથા બીયર ટીનની પેટીઓ નંગ- ૨૦ કુલ
કી.રૂ.૮૫,૨૦૦ /- નો પ્રોહી મુદ્દામાલ સાથે પ્રકાશ ઉર્ફે ભયલું ગણપતસિંહ પટેલ રહે.વેજલપુર,તા-કાલોલ,પંચમહાલને ઝડપી પાડ્યો.
કેનાલ પાસે રહેતાં ઈસમના ઘરેથી વિદેશી દારૂ ઝડપાયો
ગોધરા એલ.સી.બી. પોલીસે કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામેથી વિદેશી દારૂના કવાટરીયાઓ તથા બીયર ટીનની બોટલો મળી કુલ નંગ-૩૩૩ કિ.રૂ.૩૩,૭૬૫/- ના પ્રોહી મુદ્દામાલ સાથે કેનાલ પાસે રહેતાં સંદીપકુમાર પ્રતાપસિંહ રાઠોડ નામના ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આમ,ગોધરા એલ.સી.બી પોલીસે બે અલગ અલગ ગામમાંથી બાતમીના આધારે રેઈડ કરી વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરી વેજલપુર અને કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી પ્રોહીબિશન એકટની જુદી જુદી કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઝેરના મુવાડા તથા ખરસલીયા ગામેથી વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી ગોધરા એલ.સી.બી પોલીસ
Views 55