NCB સામે હાજર થશે અનન્યા પાંડે
અનન્યાની આર્યન સાથેની ચેટ સામે આવી
મુંબઈ ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં આર્યન ખાનના નામ બાદ હવે અનન્યા પાંડેનું નામ પણ જોડાઈ ગયું છે, ત્યારે ગુરુવારે એનસીબીએ અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવી હતી. આર્યન ખાનના ફોનમાં અનન્યા સાથેની વોટ્સએપ ચેટ મળ્યા બાદ એનસીબીએ અનન્યાને સમન્સ મોકલ્યું હતું.

NCBના હાથે લાગી ચેટ
અનન્યા પાંડે સાથે આર્યન ખાનની ચેટ થઇ હતી જેમાં 2018 અને 2019 ની વચ્ચે ગાંજા વિશે વાતો થઈ. અનન્યાના બંને ફોન NCB દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે તેને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે અનન્યા એકદમ મૂંઝવણમાં દેખાતી હતી. તેણે ઘણા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળીને કહ્યું કે તેને બરાબર યાદ નથી.
એનસીબીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, અનન્યાની એક ચેટમાં તે આર્યનને કહે છે કે તેણે આ પહેલા ગાંજો ટ્રાય કર્યો છે. તે ફરીથી ટ્રાય કરવા માંગે છે.
અનન્યા સાથે થઈ પૂછપરછ
કહેવાઈ રહ્યું છે કે આર્યન-અનન્યાની આ ચેટમાં નશા અંગે વાતચીત થઈ હતી. આ ચેટ બાદ NCB એક્શનમાં આવ્યું છે. આ ચેટ સુનાવણી દરમિયાન કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ગુરુવારે અનન્યા પાંડે એનસીબી ઓફિસ પહોંચી હતી. તેની સાથે તેના પિતા ચંકી પાંડે પણ હતા. અનન્યાને ફરી એકવાર આજે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
શું અનન્યાએ કરી ગંજાની વ્યવસ્થા?
માહિતી અનુસાર, આર્યન ખાન અને અનન્યા પાંડેની ચેટમાં એક જગ્યાએ આર્યન અનન્યા સાથે ગાંજા વિશે વાત કરી રહ્યો હતો. આર્યન પૂછી રહ્યો હતો કે શું કોઈ જુગાડ થઈ શકે? અનન્યાએ જવાબ આપ્યો – હું અરેન્જ કરી આપીશ. એનસીબીએ અનન્યાને આ ચેટ બતાવી અને સવાલ પૂછ્યો, જેના જવાબમાં અનન્યાએ જવાબ આપ્યો કે હું માત્ર મજાક કરી રહી હતી.
જોકે NCB અનન્યાને ચેટ અંગે સતત પ્રશ્નો પૂછતી રહી, તો એના પર અનન્યાએ જવાબ આપ્યો કે આર્યન સાથે જે પણ વાતચીત થઇ એ સિગારેટ વિશે હતી. અમે ડ્રગ્સ વિશે વાત કરી નથી. જ્યારે અનન્યાને પૂછવામાં આવ્યું કે શું તેણે ડ્રગ્સ લીધું છે, ત્યારે અભિનેત્રીએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

અનન્યા પાંડેને 22 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે એનસીબી ઓફિસમાં બોલાવવામાં આવી હતી. ડ્રગ્સ કેસમાં તેની ફરી પૂછપરછ કરવાની છે. પરંતુ અનન્યા હજુ સુધી પૂછપરછ માટે પહોંચી નથી. અનન્યા પાંડે હજુ સુધી એના ઘરેથી નીકળી નથી.
NCBને આર્યન અને અનન્યા વચ્ચે ડ્રગ્સ અંગે ચેટ વાતચીત મળી હતી, ત્યારબાદ NCB દ્વારા અનન્યાને બોલાવવામાં આવી હતી. પરંતુ એનસીબીના જણાવ્યા મુજબ, તેઓને હજુ સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી જે પુષ્ટિ કરી શકે કે અનન્યાએ આર્યન માટે ક્યારેય કોઈ ડ્રગ્સની વ્યવસ્થા કરી છે.
આ સિવાય આર્યન અને અનન્યા વચ્ચે નશાને લઈને ઘણી વખત વાતચીત થઈ છે. અનન્યા પહેલા દિવસની પૂછપરછમાં પિતા ચંકી પાંડે સાથે પહોંચી હતી. અનન્યા પાંડે અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે. ચંકી અને શાહરુખ ખાનના બાળકોની સારી મિત્રતા છે.
HBN TV NEWS