જય શાહની સૌથી મોટી જાહેરાત : ફેન્સને આપી ખુશખબર, IPL 2022 UAEમાં નહીં પણ ભારતમાં જ રમાશે

Views 147

BCCI સચિવ જય શાહે એક મોટી જાહેરાત કરી છે કે જે IPL ના ફેન્સ માટે એક ખુશખબર કહી શકાય.

જય શાહે તાજેતરમાં જ ચેન્નઇમાં યોજાયેલા એક ઇવેન્ટમાં એવી જાહેરાત કરી છે કે, IPL ની આગામી સીઝન ભારતની ધરતી પર જ હોસ્ટ કરાશે.
jay-shah

BCCI એ IPL ની બીજી સીઝનની મેજબાની UAE માં કરી હતી

કોરોનાની બીજી લહેરને ધ્યાને રાખતા BCCI એ IPL ની બીજી સીઝનની મેજબાની UAE માં કરી હતી. એ પહેલાં 2020માં IPL UAE માં જ રમાઇ હતી. પરંતુ આ વર્ષે IPL ની શરૂઆત ભારતમાં જ થઇ હતી. પરંતુ કેટલાંક ખેલાડીઓને કોરોના થવાના કારણે સીઝનને વચ્ચેથી રોકી થોડાંક મહીના બાદ UAE માં હોસ્ટ કરાઇ હતી.
જો કે તાજેતરમાં જ ચેન્નઇ સુપર કિંગ્સની ઇવેન્ટમાં જય શાહે એવી જાહેરાત કરી છે કે, ‘મને ખ્યાલ છે કે, તમે તમામ લોકો પોતાની ટીમ ચેન્નઇને ચેપોક સ્ટેડિયમમાં ચીયર કરવા ઇચ્છો છો, તે મોકો હવે વધારે દૂર નથી. IPL ની 15મી સીઝન આ વખતે ભારતમાં જ રમાડાશે.’

ધોની

જય શાહે ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીની પ્રશંસા પણ કરી

આ સાથે જ જય શાહે ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બરાબર પ્રશંસા પણ કરી. શાહે જણાવ્યું કે, ‘ચેન્નઇ સુપર કિંગ્સ અને ભારતીય ટીમના ઉત્તમ પ્રદર્શન માટે ધોની હંમેશા તત્પર રહે છે. ધોનીએ T-20 વિશ્વકપ વિના જ મેંટર બનીને આ વાતનું ઉદાહરણ પણ રજૂ કર્યું છે.

IPL એ ગઇ સીઝનની વિજેતા ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ છે. ચેન્નઇએ ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવીને ચેમ્પિયનશિપ જીતી હતી. IPL ની 15મી સીઝનમાં 2 નવી ટીમો પણ જોડાશે. અમદાવાદ અને લખનઉ આ IPL સીઝનની નવી એન્ટ્રી છે. આ સીઝન માટે મેગા ઓક્શન પણ હશે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *