ચાંદરડા ગામના પાટિયા પાસે ટર્બોના ડ્રાઈવરે  આઇસરને પાછળથી ટક્કર મારતા એક યુવાનનું મોત

Views 198

ચાંદરડા ગામના પાટિયા પાસે ટર્બોના ડ્રાઈવરે  આઇસરને પાછળથી ટક્કર મારતા એક યુવાનનું મોત

કડીના નંદાસણ ગામ પાસે આવેલા ચાંદરડા ગામના પાટિયા નજીક ફૂલ સ્પીડમાં આવી રહેલ ટર્બો ગાડી નં. GJ 01 TY 9038 એ એક અઈશરને પાછળથી ટક્કર મારી હતી. આઇશર ગાડીની ખાલી સાઈડમાં બેઠેલા નામે મુસરાનખાન હુશેનખાન બલોચ જે સિધ્ધપુરમાં રહે છે, તેમણે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને કડી તાલુકાના નંદાસણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં હતાં.

​​​​​​કડી તાલુકાના ચાંદરડા ગામના પાટિયા પાસે આઇશર ગાડી નં.GJ 16 W 2784 ના ચાલકે હૈદરઅલી અમીર મિયાં સૈયદે પાટણથી બટાટાની બોરીઓ ભરીને આઇસર ગાડી વલસાડ જતી હતી જે દરમિયાન આઇસર કડી તાલુકાના નંદાસણ પાસે આવેલા ચાંદરડા ગામના પાટિયા નજીક પહોચતા જ પાછળથી ફૂલ સ્પીડમાં આવી રહેલો ટર્બો ટ્રક નં. GJ 01 TY 9038 ના ચાલકે પાછળથી ટક્કર મારતાં આઇસર ગાડીમાં ખાલી સાઈડ બેઠેલા યુવાનને ટક્કર વાગતાં ઈજાઓ પહોંચી હતી અને માથા તથા અન્ય શરીરના ભાગે ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે કડીના નંદાસણ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમણે વઘારે માથાના ભાગે ઈજાઓ પહોંચતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો, અને નંદાસણ સિવિલમાં જ પી.એમ.અર્થે મોકલવામાં આવ્યો અને મૃતકના પિતાએ આઇસર ચાલક નં. GJ 16 w 2784 ના ચાલક હૈદરઅલી અમિરમિયા સૈયદ રહે પાટણ સામે નંદાસણ પોલીસ સ્ટેશનમા ગુનો  નોંધાવવામાં આવ્યો હતો.

                                                                                                                                 અહેવાલ – ચેતનભાઈ પટેલ  
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *