ચલાલી ગ્રામપંચાયતમાં શૌચાલય અને વિકાસના કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપો સાથે ગામલોકોએ કરી રજુઆત

Views 68

કાલોલ
પંચમહાલ
તા:-09/07/2021

કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયતમાં થયેલ વિકાસના કામોમાં મોટા પાયે સરપંચ,તલાટી અને તેમના મળતીયાઓ દ્ધારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેની તપાસની માંગણી સાથે ગુરુવારે ગામના જાગૃત નાગરિકો દ્ધારા કાલોલ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ચલાલી ગ્રામ પંચાયતમાં જે સરકારની યોજનામાં વિકાસના કામો કરવામાં આવ્યા છે તેમાં ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તથા વ્યક્તિગત બનેલ શૌચાલયનો લાભ લાભાર્થી સુધી પહોચ્યો નથી. અમુક જગ્યા પર તો માત્ર કાગળ ઉપર જ કામ થયેલ જોવા મળેલ છે .

જયારે સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના દ્વારા જે ચલાલી ગામમાં ૧૦૦ % શૌચાલય મુક્ત ગામ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે . સરકાર ની યોજના માત્ર કાગળ ઉપર જ સફળ દેખાઈ રહી છે.સ્થળ ઉપર તો ૪૦ % શૌચાલય પણ બનાવેલ નથી. અને જે શૌચાલય મંજુર કરવામાં આવેલ છે તેના નાણા સીધે સીધા પંચાયતના એકાઉન્ટમાં જમાં કરવામાં આવે છે . જેના કારણે સરકારના નાણા સીધે સીધા લાભાર્થી સુધી પહોંચતા નથી અને લાભાર્થીઓ આવા લાભોથી વંચિત રહે છે .જે નાણા પંચાયતના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી બારોબાર ઉપાડી લેવામાં આવે છે .

તેવી જ રીતે કેન્દ્ર સરકારની મનરેગા યોજનામાં જે કામો કરવામાં આવે છે તેમાં પણ વિચારી પણ ના શકાય તેવો ભ્રષ્ટાચાર સરપંચ ,તલાટી અને કોન્ટ્રાક્ટરની મિલિભગતથી જોવા મળે છે .

જેમ કે વર્ષ ૨૦૧૭ થી વર્ષ ૨૦૨૧ સુધી જે જે જોબ કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે . તે તદન બોગસ છે. જેને ખરેખર રોજગારી નીં જરૂર છે તેવા લોકોના જોબકાર્ડ બનાવવા જોઈએ જેથી તેમને રોજગારી મળી રહે પરંતુ એવું ન કરતાં સરપંચ અને પંચાયતના વહીવટદારો ના નજીકના માણસોના જોબ કાર્ડ ઈસ્યુ કરી જોબકાર્ડ રજૂ કરવામાં આવે છે અને જે રોજગારી ગરીબ લોકોને મળવી જોઈએ તે મળતી નથી અને સ્થળ ઉપર કામ તો કંઈક અલગ રીતે જ કરવામાં આવે છે.

હાલ ચલાલી ગામના સરપંચ તરીકે મહિલા બેઠક હોવાથી અલ્પાબેન સંજયકુમાર ચૌહાણ સરપંચ તરીકે ફરજ બજાવે છે પરંતુ સરપંચ તરીકેનો તમામ વહીવટ ચૌહાણ મોહનસિંહ ગુલાબસિંહ સંભાળે છે અને તેવી જ રીતે ડેપ્યુટી સ ર પં ચ તરીકે ચૌહાણ  આનંદીબેન મહિપતસિંહ છે પરંતુ તેઓના પતિ મહિપતસિંહ વહીવટ કરે છે.જે ખરેખર યોગ્ય કહેવાય નહીં અને આ માણસો તદન માથાભારે છે.

તેથી અમારી રજૂઆત ધ્યાને લેતાં નથી. તેથી અમારા તમામ ગ્રામજનોની એક જ માંગ છે કે તમામ લાભાર્થીને લાભ મળ્યો છે કે નથી અને કરવામાં આવેલ કામોમાં ફળવાયેલી ગ્રાન્ટ મુજબ કામો કરવામાં આવ્યા છે કે નથી તે સ્થળ તપાસ કરવામાં આવે અને અમારાં ગામલોકોને સંતોસકારક યોગ્ય ન્યાય મળે અને આવા માથાભારે લોકો સામે તપાસ કરી જરૂરી કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી માંગણી સાથે કાલોલ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *