કાલોલ
પંચમહાલ
તા:-09/07/2021
કાલોલ તાલુકાનું વેજલપુર પાછલા કેટલાક સમયથી ગૌમાંસના કારોબાર અંગે ગૌ હત્યા અને ગૌ તસ્કરી માટે હબ બની ગયું છે જેના નિવારણ માટે વેજલપુર પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવતા પાછલા બે મહિનામાં વેજલપુર પોલીસને ચોપડે ગૌમાંસ અને ગૌ તસ્કરી મામલે અનેક ગુનાઓ પણ નોંધાયા છે.
ઉપરાંત કાલોલ તાલુકાના કેટલાક ગામોમાં પણ ગૌ હત્યા ના બનાવો વધી રહ્યા છે જે ઘણી ચિંતાજનક બાબત કહેવાય ગુરુવારે સવારે વધુ એક કિસ્સામાં વેજલપુર પોલીસને મળેલી બાતમી મુજબ એક સેન્ટ્રો કારમાં કેટલાક ઈસમો દ્વારા ગૌમાંસની હેરાફેરી થતી હોવાની બાતમીને આધારે વેજલપુર પોલીસે ઘુસર રોડ પર છાપો મારીને શંકાસ્પદ ગૌમાંસ ભરેલી સેન્ટ્રો કારને ઝડપી પાડી હતી.
પરંતુ શંકાસ્પદ ગૌમાંસ અંગે જરૂરી તપાસ કરવા માટે ઝડપેલી ખાનગી ગાડીને પોલીસ સ્ટેશનમાં લાવતા સમયે ઘુસર રોડ પર આવેલા લઘુમતી કોમના વિસ્તારના કેટલાક અજાણ્યા કસાઈઓને ઈશારે કેટલાક લઘુમતી કોમના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરીને હુમલો કરી દેતા છાપો મારવા ગયેલા વેજલપુર પોલીસની ગાડીની લાઈટ અને કાચ તોડી નાખીને ભારે નુકસાન પહોંચાડયું હતું.
આ પથ્થરમારા દરમિયાન પોલીસની ગાડીમાં વેજલપુર પોલીસ સ્ટાફ સાથે બેઠેલા પોસઈ આર ડી ચૌધરીને પણ સામાન્ય ઈજા પહોંચી હતી.
આમ વેજલપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં વેજલપુર પોલીસ પર થયેલા ઓચિંતા હુમલા સામે વેજલપુર પોલીસે સમયસૂચકતાને આધારે પોતાનો બચાવ કરીને જિલ્લા પોલીસની મદદ માગતા જિલ્લા પોલીસનો હરોળબંધ કુમક સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પરંતુ વેજલપુર પોલીસના બચાવમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ ને જોઈ અંદાજીત શંકાસ્પદ 65 કિલો ગૌમાંસનો જથ્થો ધરાવતી ખાનગી ગાડી સહિત અજાણ્યા હુમલાખોરો ભુગર્ભમાં ઉતરી ગયા હતા.
જે અંગે જિલ્લા પોલીસ કાફલાએ વેજલપુર પોલીસની મદદથી સવારે હુમલો કરનારા અજાણ્યા ઈસમોને ઝડપી પાડવા માટે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્ચ કરી પથ્થરમારો કરનારા તત્વોને ઝડપી લેવા માટે સઘન તપાસ હાથ ધરી હતી.
પરંતુ પોલીસ પર કરેલા હુમલા અને પોલીસ કાફલાની ભણકને પગલે હુમલાખોરો પલાયન થઈ ગયા હોવાની વિગતો સાંપડી હતી. જોકે પોલીસ સામે થતા આવા તત્વો ઉપર કડક કાર્યવાહી હાથ ધરી પાસા હેઠળ તેઓ સામે કાર્યવાહી કરવા ની પણ માંગ ઉઠી છે જેથી કરીને ભવિષ્યમાં પણ આ રીતે કોઈ પોલીસ ઉપર આ રીતે હુમલો કરતા અટકે જેથી જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
ગૌમાંસની તસ્કરી સામે છાપો મારવા ગયેલી પોલીસ પર કસાઈઓએ કર્યો પથ્થરમારો:-પથ્થરમારામાં વેજલપુર પીએસઆઇ આર ડી ચૌધરીને સામાન્ય ઈજા
Views 68