ગોદરેજ ગાર્ડન સીટીમાં આગ લાગી:પતિએ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાડી હોવાનો ઘટસ્ફોટ, ઘરમાં છરીઓ પડી હોવાના એક્સક્લુઝિવ દ્રશ્યો

Views 136

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન-5 ફ્લેટમાં ચોથા માળે આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની આઠથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડે એક કલાકમાં આગને કાબુમાં લઈ લીધી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ જ્યારે ફાયર બ્રિગેડ ઘરમાં પહોંચી ત્યારે કોઈ હતું નહીં. ઘરમાં રહેતા પતિ-પત્ની બંને ઝઘડી અને નીચે આવ્યા હતા.

આ ઘટના અંગે ફાયર અધિકારી મિથુન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અમને કોલ મળતા તાતકાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇડન-5ના ચોથા માળે 405ના મકાનમાં આગ લાગી હતી. ફાયર ફાઈટરની ટીમે જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હોય તેવી રીતે પડ્યાં હતા. જેમાં મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે પતિને સોલા સિવિલ હોસ્પિટમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ સાથે જ રૂમમાં જઈને જોતા ઘરમાં છરીઓ પડી હોવાના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *