ગુજરાતની પહેલી ઇ-વિન્ટેજ કાર:રાજકોટમાં પિતા-પુત્રની જોડીએ 3 લાખના ખર્ચે બુલેટના પાર્ટ્સ લઈને કાર બનાવી, એકવાર ચાર્જમાં 80 કિ.મી.નું માઇલેજ

Views 75

રાજકોટમાં એક પિતા-પુત્રની જોડીએ ગુજરાતની પહેલી વિન્ટેજ ઈ-કાર બનાવી છે, જેના ફીચર્સ સાંભળીને તમારી આંખો ચાર થઈ જશે, કારણ કે પિતા-પુત્રએ સાથે મળીને એવી કાર બનાવી છે કે રસ્તા પર લઈને નીકળો તોપણ લોકો જોતા જ રહી જાય છે. વિન્ટેજ ઈ-કાર બનાવનાર ભાવિક ચૌહાણે જણાવ્યું હતું કે આ ગાડી બનાવવામાં મારો અને મારા પપ્પાનો હાથ છે. આ ગાડીની ડિઝાઈન બનાવવામાં અમે ખૂબ જ મહેનત કરી છે. ગાડીની લંબાઈથી લઈને ગાડીનાં પૈડાં સુધીમાં અમે ખૂબ જ મહેનત કરી છે. ગાડીને અહીં સુધી પહોંચાડવામાં અમારે 3 મહિના લાગી ગયા છે. 3 મહિનામાં અમે એક દિવસ પણ રજા રાખી નથી.

કોઈ સમસ્યા ન આવે
ભાવિક ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે અમારી સામે જે વસ્તુ છે એમાં તમે અત્યારે જોઈ શકો છો કે ડિઝાઈન અમે બનાવેલી છે. અમે આ ગાડીમાં રોયલ એનફિલ્ડ અને મારુતિ સુઝુકીના જ પાર્ટ્સનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને કોઈ કસ્ટમર આવે અને એ ખરીદે તો પછી સર્વિસમાં કોઈ સમસ્યા ન આવે.

રેડ અને બ્લૂ કલરની કાર બનાવી
ભાવિક ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે બન્ને એવી કંપની સિલેક્ટ કરી છે કે તેના પાર્ટ્સ આપણને ગમે ત્યાંથી મળી જાય. ગમે ત્યાં તેઓ સર્વિસ કરાવી શકે છે. આ ગાડીનું નામ પ્રેસ્ટીજ ગોલ્ફ રાખ્યું છે. અત્યારે અમે એક મોડલ બહાર પાડ્યું છે, જેમાં અમે રેડ અને બ્લૂ કલર બહાર પાડ્યા છે.

20 વર્ષ જૂનું સપનું સાકાર કર્યું
ભાવિક ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે આની સ્પીડ 45 ઉપર જતી નથી, એટલે આ ગાડી માટે તમારે RTO પાસિંગની જરૂર રહેતી નથી. આ કાર બનાવવાનો વિચાર મારા પપ્પાને આવ્યો હતો. તેમનું 20 વર્ષથી સપનું હતું કે આ કાર બનાવીએ, પણ અમે પૈસા ટકે એટલા સુખી નહોતા, પણ હવે અમે જાતે કાર બનાવીને અમે લોન્ચ કરી છે.

લોકો વિન્ટેજ કારને જુએ છે
ભાવિક ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે વિન્ટેજ કાર બનાવવાનો આઈડિયા એટલા માટે આવ્યો કે અત્યારે રસ્તા પર વિન્ટેજ કાર ચલાવીએ તો રસ્તામાં બધા લોકો એને જુએ છે, જેથી અમને વિન્ટેજ કાર બનાવવાનો વિચાર આવ્યો હતો. 50 લાખની ગાડીને લઈને નીકળો તો કોઈ ન જુએ, પણ આ ગાડીને લઈને નીકળો એટલે લગભગ બધા તમારી સામે જ જોશે.

5 યુનિટમાં 80 કિલોમીટરની રેન્જ આપે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકોનું ધ્યાન આપણા તરફ ખેંચે એવી કાર છે. સૌથી મોટી વાત એ છે કે આ કાર ઈ-કાર છે, એટલે કે એમાં પેટ્રોલ કે ડીઝલની જરૂર રહેતી નથી, કારણ કે આ કાર ઈલેક્ટ્રિક કાર છે. આ કારમાં વધીને 5 યુનિટ જોઈએ છે. 5 યુનિટમાં તમને 80 કિલોમીટરની રેન્જ આપે છે.

અમે સહકાર આપીશું
ભાવિક ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે આ ગાડીને બનાવવામાં અમારે 3 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થયો છે. જો કોઈને આ ગાડી જોઈતી હોય તો આ ગાડી 3 લાખ 51 હજારમાં લઈ શકે છે. ગાડી લીધા પછી પણ અમે સહકાર આપીશું. તમે દરેક જાતના રિપેરિંગ અહીં કરાવી શકશો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
100 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *