ગાંધીનગરમાં તરછોડાયેલા બાળકને દત્તક લેવા વિદેશમાંથી સરવાણી ફૂટી, લોકો સિવિલ પહોંચ્યા

Views 121

બાળકનાં માતા-પિતાને શોધવા આખી સરકાર કામે લાગી, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, વાલી નહીં મળે ત્યાં સુધી ગાંધીનગરમાં જ રહીશ.બાળકને તરછોડનાર શખસની શોધખોળ માટે LCB, SOG, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો કામે લાગી
ગાંધીનગરના તમામ સીસીટીવી ફૂટેજો તપાસવામાં આવી રહ્યા છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાને ગંભીરતાને લઈ તપાસના આદેશ આપ્યા, સિવિલ હોસ્પિટલ જાય તેવી શક્યતા.

ગાંધીનગરના પેથાપુરમાં માસૂમને તરછોડ્યાની હ્રદયદ્વાવક ઘટના સામે આવી છે. ગાંધીનગર પાસે આવેલા પેથાપુરની સ્વામિનારાયણ મંદિરની ગૌશાળામાં કોઈ અજાણ્યો શખ્સ બાળકને મૂકી જઈને ફરાર થઈ ગયો છે. અજાણ્યો યુવક ફૂલ જેવડા બાળકને ગૌશાળામાં મુકી ફરાર થયો છે. આ ઘટનાને કલાકો વીત્યા હોવા છતાં કોઇ જ બાળકને લેવા આવ્યું નથ.. બાળક તરછોડાયાની ઘટના બાદ સતત સંદેશ ન્યુઝ આ બાળકના પાકલને શોધવાની મૂહિમ ચલાવી રહ્યું છે.
બાળકના પળેપળની ખરબ સંદેશ ન્યુઝે બતાવી રહ્યું છે. પોલીસે પણ આ બાળકના પાલકને શોધવા માટે કવાયત હાથ ધરી છે. આ ઘટનામાં ગૌશાળાના આસપાસના સીસીટીવી તપાસતા કોઇ શખ્સ બાળકને મૂકીને ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને શોધખોળ હાથ ધરી છે. આ માસૂમનો મીડિયા અહેવાલ આવતા દેશ વિદેશમાંથી બાળકને દત્તક લેવા માટે લોકોએ તૈયારી બતાવી છે. જાણવા મળી રહ્યું છે કે આફ્રિકા, અમેરિકા, કેનેડાથી લોકોના ફોન આવ્યા છે. બાળક પ્રત્યે લોકોએ સહાનૂભુતિ દર્શાવી છે.
હાલ બાળક ગાંધીનગરના સિવિલમાં પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં છે. બાળક સંપૂર્ણ સ્વસ્થ છે અને હાલ સ્થાનિક કોર્પોરેટર દિપ્તીબેન પટેલ તેની દેખરેખ રાખી રહ્યાં છે. ગાંધીનગર પેથાપુરમાં બાળકને ત્યજવાની ઘટના પર રાષ્ટ્રીય ઉપાદ્યક્ષ ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું કે બાળકને ખ્યાલ નથી કે તેની સાથે શું બન્યું છે, પણ મીડિયા અને પોલીસ તેમની ઉમદા કામગીરી કરી રહી છે.
child found near swaminarayan temple gandhinagar: ગાંધીનગરમાં પેથાપુર સ્વામિનારાયણ મંદિર પાસે દોઢ વર્ષનું બાળક મળી આવ્યું - a one and a half year old child found near pethapur swaminarayan ...
ગાંધીનગર પેથાપુર ગૌશાળા પાસે ગત રાત્રિએ અજાણ્યો શખ્સ એક બાળકને ત્યજીને ચાલ્યો ગયો છે. આ અહેવાલ મીડિયામાં પ્રસારીત થતા અનેક દંપત્તિ
આ બાળકને દત્તક લેવા માંગી રહ્યાં છે. ત્યારે એક બારોટ દંપત્તિ બાળકને દત્તક લેવા ગૌશાળા પહોંચ્યા છે..
ગાંધીનગરના પેથાપુરમાં એક માસૂમ બાળકને ત્યજી દેવાના મામલે પોલીસે અત્યાર સુધીમાં 12 લોકોના નિવેદન લીધા છે. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ માટે નિવેદન લેવામાં આવ્યા છે. બાળકને મૂકી જનારા શખ્સનો સ્કેચ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.
CCTV ફૂટેજના આધારે પોલીસે કવાયત હાથ ધરી છે. બાળકને કોણ અહીં મૂકી ગયુ, કોણ તેના માતા પિતા છે, કોણ તે બાળકને અહી તરછોડી ગયુ તેની તપાસ માટે LCB, SOG સહિતની 6 ટીમ કામે લાગી છે. પ્રત્યેક ટીમમાં 6 પોલીસકર્મીનો સમાવેશ થાય છે.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *