જય ભારત સાથ આપ સાહેબ ને જણાવવાનું કે ગતરોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે પી. એમ. ફંડમાં આ કોરાના ની મહામારી મા દેશ સેવામાં ઉપયોગી થવા માટે ખેડૂતો કપાસ, ડુંગળી, ઘંઉ જેવી જણસો લઈ ને પી. એમ. ફંડમાં જમાં કરાવવા માટે જતાં હતાં ત્યારે પોલીસ દ્વારા કલેકટર કચેરી ખાતે અટકાવી તેમને જવા દેવામાં આવેલ નહોતા અને પાલભાઈ આંબલિયા, કિશાન કોંગ્રેસ પ્રમુખ ગુજરાત પ્રદેશ, ગીરધરભાઈ વાઘેલા, ચેતનભાઈ ગઢીયા, ગઢવીભાઈ, પ્રવિણભાઇ ની ધરપકડ કરવામાં આવેલ હતી ત્યારબાદ પાલભાઈ આંબલિયા ને પોલીસ દ્વારા અન્ય લઈ જવામાં આવેલ હતા અને ત્યાં બેરહમી પુર્વક માર મારવામાં આવેલ હતો પછી પોલીસ મથકે મુકી ગયા હતાં અને અન્ય ગુનાઓ સામેલ કરી પાલભાઈ ને લોકઅપમાં ગોંધી રાખવામાં આવેલ તો ખેડૂત આગેવાનનો ગુન્હો શું?? કેમ ખેડૂતો પી. એમ. ફંડમાં તેમનો પાક જમાં ન કરી શકે?? તો આપ ને જણાવવાનું કે આ પોલીસ કર્મીઓ ને તાત્કાલિક ડીસમીસ કરવામાં આવે અને કોઈ પગલાં તેમની સામે ભરવામાં નહીં આવે તો ગુજરાત ભર ના ખેડૂતો તાલુકા મથકે જિલ્લા મથકે ના છુટકે આંદોલન છેડશે અને ના છુટકે ખેડૂતો ને બહાર આવવાની ફરજ પડશે આ સરકાર ખેડૂતો નો અવાજ આ રીતે દબાવી દેવા ના જે પ્રયત્નો કરી રહી છે પોલીસ બળ પ્રયોગ કરી તે હરગીઝ ચલાવી લેવામાં નહીં આવે તે આપને રજૂઆત છે આવતા સમયમાં ઉગ્ર આંદોલન ના મંડાણ થશે અને જવાબદારી સરકાર ની રહેશે
જય કિશાન… જય જગતાત.. 22-5-2020
HBN TV NEWS, Mr.Dev Thakur.
ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા ને રાજકોટ પોલીસ દ્વારા બેરહમી પુર્વક માર મારનાર પોલીસ કર્મીઓ ને ડીસમીસ કરવા બાબતે અપાયું આવેદનપત્ર…
Views 72