કોરોના મહામારીમાં GVK EMRI 108 એમ્બ્યુલન્સ માં નવજીવન પાંગર્યું

Views 76

આજ રોજ ધંધુસન ગામે મંજુલાબેન ઠાકોર ને અચાનક પ્રસુતિ ની પીડા ઉપડતા તેમના આશાવર્કર પારૂલબેન દ્વારા 108 માં કોલ કરવામાં આવતા કુકરવાડા સ્થિત 108 એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી હિતેન્દ્રભાઇ અને પાયલોટ પીયૂષભાઈ તાત્કાલિક તેમના ઘરે ધંધુસન પહોંચી સારવાર આપી હતી અને 108 એમ્બ્યુલન્સમાં મંજુલાબેનને ખેરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવા નીકળ્યા હતા પરંતુ પીડા અસહ્ય હોવાથી ડિલિવરી એમ્બ્યુલન્સ માં જ કરાવી પડે તેવી સ્થિતિ હતી જેથી ઈ.એમ.ટી હિતેન્દ્રભાઈ પ્રજાપતિ એ GVK EMRI 108 ના અમદાવાદ સ્થિત તબીબ સાથે વાતચીત કરી રસ્તામાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો અને સફળતા પૂર્વક ડિલિવરી કરાવી હતી તથા માતા અને બાળક બન્ને ના જીવ બચાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખેરવા ખાતે વધુ સારવાર માટે ખસેડયા હતા. આમ પરિવારમાં આનંદનો માહોલ સર્જાયો હતો.
હાલ કોરોનાની મહામારી ના સમય માં ઈ.એમ.ટી હિતેન્દ્ર પ્રજાપતિ અને પાયલોટ પિયુષ ઠાકોર ની સમય સુચકતા અને અમદાવાદ સ્થિત તબીબનાં માર્ગદર્શનથી કોવિડ-૧૯ ની મહામારીનાં કપરા સંજોગોમાં પણ નવજીવન પાંગર્યું હતું. મંજુલાબહેન નાં પતિ પ્રવીણભાઈ ઠાકોરે તથા તેમના પરિવારે જી.વી.કે ઇ.એમ.આર.આઇ ૧૦૮ નાં સ્ટાફ નો આભાર માન્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *