કંબોઈ નજીક ચોકડીમાં ગાડી પલટી મારી જતાં મહિલાનું મોત, 7ને ઈજા

Views 120

ચાણસ્મા કંબોઈ હાઈવે ઉપર રવિવારે રાત્રે દેલમાલ જઈ રહેલી તુફાન ગાડી સાઈડમાં ઉતરી પલટી મારી હતી.જેમાં મહિલાનું મોત થયું હતું. 2ને ગંભીર ઇજાઓ અને અન્ય 5 લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. મધ્યપ્રદેશનો દાઉદી વહોરા પરિવાર દેલમાલ ગામે આવેલી હસનપીરની દરગાહના દર્શનાર્થે જઈ રહ્યો હતો ત્યારે ચાણસ્મા કંબોઈ હાઈવે પર ગત રાત્રે દેલમાલ જઈ રહેલી તુફાન ગાડીના ડ્રાઇવરે દેલમાલ જવાનો રસ્તો પૂછવા માટે ગાડી કંબોઈ પાસે ઉભી રાખી હતી. ચાલકે ગાડીની હેન્ડબ્રેક કર્યા વગર નીચે ઉતરી રસ્તો પૂછવા જતાં તુફાન ગાડી ઢાળના કારણે રગડી સાઈડમાં ઉતરી પલટી મારી ગઈ હતી.

ગાડીમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. બે મહિલાઓને ગંભીર ઇજા થતાં ચાણસ્મા 108ના ઈએમટી જીતેન્દ્ર પટેલ અને પાલયોટ ઘટના સ્થળે પહોંચી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નાની મોટી ઇજા થયેલ 5 લોકોને હારિજની 108 દ્વારા ચાણસ્મા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ કરવામાં આવી ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *