ઊંઝા, ઐઠોર અને કડીના ઇરાણા ગામમાં જુગાર રમતાં 13 જણા પોલીસના ઝબ્બે, પોલીસે 34 હજારની રકમ કરી જપ્ત
ઊંઝામાં ઐઠોર ચાર રસ્તા પાસે આવેલી લાલબહાદુર શાસ્ત્રીનગર સોસાયટીમાં જાહેર રોડ પર સ્ટ્રીટલાઇટના અજવાળે રાત્રે જુગાર રમતાં ચાર શખ્સોને રૂ. 10130ના મુદ્દામાલ સાથે ઊંઝા પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
જ્યારે ઊંઝા શહેરના ઐઠોર ગામના ચોરામાં દુધગંગા ડેરીની આગળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ચાર શખ્સોને રૂ. 13330ના મુદ્દામાલ સાથે ઉનાવા પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત કડી શહેરના ઇરાણા ગામે ઠાકોરવાસના નાકે રમાતા જુગાર સ્થળે નંદાસણ પોલીસે રેડ કરીને 5 શખ્સોને રૂ. 11470ના મુદ્દામાલ સાથે ઝડપીને પોલીસ સ્ટેશને કાર્યવાહી કરાઇ છે.પોલીસની ત્રણ રેડમાં કુલ 13 જુગારી કુલ રૂ.34930ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.
જુગારમાં પકડાયેલા લોકોના નામ :
ઐઠોર :
1.વનરાજસિંહ ઇશ્વરજી ઠાકોર
2.વિકાસકુમાર ફુલજીભાઇ ચૌધરી
૩.પ્રજ્ઞેશકુમાર ઉર્ફૈ પીન્ટુ રાજેશભાઇ દેવીપુજક
4.ભરતકુમાર રૂઘનાથભાઇ પ્રજાપતિ
ઊંઝા :
1.પ્રહલાદભાઇ અંબારામભાઇ ચૌહાણ
2.શૈલેષભાઇ મહેન્દ્રભાઇ રાવળ
3.અરવિંદભાઇ નટુભાઇ રાવળ
4.ભીખુભાઇ મથુરભાઇ રાવળ