આશાબેન પટેલની તાજેતરમાં આપેલ શબવાહીનીમાં અંતિમ યાત્રા

Views 178

સવારે ઊંઝા ઘરે લઇ જવાયો હતો
અંતિમ સંસ્કાર માટે ઘરેથી સિદ્ધપુર મુક્તિધામ લઈ જવામાં આવશે
સિદ્ધપુરમાં આશાબેનના અંતિમ સંસ્કાર

આશાબેનની આજે અંતિમવિધિ થવા જઇ રહી છે. જેમાં આશાબેનની અંતિમ યાત્રાને લઈ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેમજ આશાબેને આપેલી શબવાહિનામાં જ અંતિમ યાત્રા નિકળશે. તથા અનેક નેતાઓ અંતિમ યાત્રામાં જોડાશે.

અનેક નેતાઓ આ અંતિમ યાત્રામાં જોડાશે
મહેસાણાના ઊંઝામાં ધારાસભ્ય ડો. આશાબેન પટેલની આજરોજ અંતિમ યાત્રા નીકળશે. જેમાં મંત્રી જગદીશ પંચાલ ઊંઝા પહોંચ્યા છે. તેમજ અંતિમ યાત્રા 8 કલાકે ઊંઝા શહેરમાં ફરી ત્યાર બાદ તેમના વતન વિશોળ જશે. તથા વિશોળ ખાતે તેમના ગામ ખાતો લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. વિશોળ બાદ સિદ્ધપુર ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. તથા આજરોજ અનેક નેતાઓ આ અંતિમ યાત્રામાં જોડાશે.

ઊંઝા શહેર અને APMC આજે બંધ રહેશે
ઊંઝાના ધારાસભ્યના નિધનથી ઊંઝા સહિત રાજ્યને મોટી ખોટ પડશે. તેમજ અંદાજે 25 દિવસ પહેલા આશાબેન પટેલે આપેલ શબવાહીનીમાં જ તેમની અંતિમયાત્રા નીકળશે. આશાબેનના નિધનથી ઊંઝા શોકમગ્ન થયુ છે. તથા ઊંઝા શહેર અને APMC આજે બંધ રહેશે. તેમજ ઊંઝાના વેપારી એસોસિએશને બંધની જાહેરાત કરી છે. તથા ધારાસભ્યના નિધનને પગલે શોક પાળશે.

જાણો સમગ્ર ઘટના :
ઊંઝાના ધારાસભ્ય આશાબેનનું નિધન થયુ છે. જેમાં ડેન્ગ્યુના કારણે મલ્ટી ઓર્ગન ફેઈલ થતા નિધન થયુ છે. તે અમદાવાદ ઝાયડસમાં સારવાર લઈ રહ્યાં હતા. ઉલ્લેખનિય છે કે આશાબેનને ડેન્ગ્યૂની સારવાર દરમિયાન લીવર પર અસર જોવા મળતાં તેમને ઝાયડસ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઉંઝાના ધારાસભ્ય આશા પટેલનો ડેન્ગ્યૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી તેમની સારવાર ચાલી રહી હતી. ડેન્ગ્યૂની સારવાર બાદ લીવર ડેમેજ થવાની ફરિયાદ મળી હતી. તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરાયા હતા.

જાણો કોણ છે ભાજપ પક્ષના ડો. આશા પટેલ
ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂંટણી લડીને જીતેલા આશા પટેલે અહીં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. આ પછી કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડીને તેઓ 2019માં ભાજપ પક્ષમાં જોડાયા હતા. 2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બની ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂટણી લડીને જીતેલા આશા પટેલે કોંગ્રેસ છોડીને 2019માં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાં જૂથવાદથી કંટાળીને તેમણે કોંગ્રેસને છોડી હતી. ત્યારે ભાજપે ઊંઝાથી જ ડો.આશા પટેલને ટીકીટ આપી હતી. તેમજ APMC ઊંઝામાં પણ તેમનો દબદબો હતો.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *