આઇશા બાદ નફીસાની આત્મહત્યા:અ'વાદના રિવરફ્રન્ટ પર રડતા રડતા વીડિયો ઉતારી વડોદરામાં આપઘાત, કહ્યું: 'મેને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, તુમને ધોખા દિયા'

Views 137

આઇશા બાદ નફીસાની આત્મહત્યા:અ’વાદના રિવરફ્રન્ટ પર રડતા રડતા વીડિયો ઉતારી વડોદરામાં આપઘાત, કહ્યું: ‘મેને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, તુમને ધોખા દિયા’

                                                                                                                                                                          * પ્રેમીએ દગો આપતાં યુવતીનો આપઘાત                                                                                                                                                                                                                                                                  *મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબ કે જેસે હી હો – નફીસા ખોખર                                                                                                                                                                                             * પ્રેમીએ દગો આપતા યુવતીનો અમદાવાદ રિવરફ્રન્ટ પર વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો                                                                                                                                                                                                                                                                                                                                    * રમીઝ તુમને મેરે સાથ બહત બુરા કિયા, મેં ન ઘર કી રહી ન ઘાટ કી – નફીસા ખોખર 

                      વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીને પ્રેમીએ તરછોડતા અમદાવાદ રિવરફ્રન્ટ પર આત્મહત્યાના પ્રયાસ કર્યા બાદ પોતાની વ્યથા ઠાલવતા વીડિયો બનાવ્યા હતા. જો કે ત્યાર બાદ વડોદરા પરત ફરી યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

                                                                                         બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં આઇશા નામની યુવતીએ 25 ફેબ્રુઆરી 2021ના રોજ પતિના ત્રાસથી કંટાળને રિવરફ્રન્ટ પર વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો. તેવી જ ઘટના ફરી એકવાર બની છે. જેમાં વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા ખોખરે અમદાવાદના શેખ રમીઝ અહેમદ નામના યુવકે પ્રેમમાં દગો આપતા અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો તેમજ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ત્યાર બાદ નફીસા વડોદરા પરત આવી ગઇ હતી અને 20 જૂન 2022ના રોજ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ યુવતીના પરિવારજનોએ આજે વડોદરાના જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ નફીસાએ રિવરફ્રન્ટ પર જે વીડિયો બનાવ્યા હતા તે પણ મીડિયા સમક્ષ આવ્યા છે.

અમદાવાદ રિવરફ્રન્ટ પર નફીસાએ અંતિમ વીડિયો ઉતાર્યો હતો.
                                                   અમદાવાદ રિવરફ્રન્ટ પર નફીસાએ અંતિમ વીડિયો ઉતાર્યો હતો.

                                                                          પ્રેમીએ દગો દેતા રિવરફ્રન્ટ પર વીડિયો બનાવ્યા
નફીસા ખોખરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે રિવરફ્રન્ટ પર પોતાના પ્રેમીએ દગો દીધાના વીડિયો પણ બનાવ્યો હતા. જેમાં તે કહી રહી છે કે, રમીઝ તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, બહુત મતલબ બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહેકે મુઝે વટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમે મેને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઓર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તમમે ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુજે નહીં આતા સમજ મે. તુમ્હારે ઘરવાલે ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખાથા વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.

નફીસાએ વડોદરામાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
                                             નફીસાએ વડોદરામાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. 

                                                                          મેને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલુ
અન્ય એક વીડિયોમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર નફીસા કહી રહી છે કે, કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી ન ઘાટ કી. ચાર દિનો સે યહાં ભકટ રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મેને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલુ.

અમદાવાદ રિવરફ્રન્ટ પર વીડિયો ઉતાર્યા બાદ યુવતીએ ઘરે આવીને આપઘાત કર્યો હતો.
                              અમદાવાદ રિવરફ્રન્ટ પર વીડિયો ઉતાર્યા બાદ યુવતીએ ઘરે આવીને આપઘાત કર્યો હતો.     

                                                             આઈશાએ પતિના ત્રાસને કારણે મોતને વ્હાલું કર્યું હતું
25 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના ત્રાસને કારણે મોત વ્હાલું કર્યાં પહેલાં વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. અમદાવાદના આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે સાસરિયાં દ્વારા ત્રાસ અપાતો હોવાની પણ નોંધ લીધી હતી, જેથી 10 વર્ષની જેલની સજા સાથે એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એને બદલે વધુ 6 માસની કેદની સજા કરવાનો હુકમ કર્યો છે. સેશન્સ કોર્ટે સમાજમાં ઉદાહરણરૂપ કિસ્સો બેસાડવા માટે આ હુકમ કર્યો હતો.

નફીસના પરિવારજનો ફરિયાદ કરવા માટે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગયા હતા.
                                    નફીસના પરિવારજનો ફરિયાદ કરવા માટે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગયા હતા.

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *