આંબલી ખરીદવા બાબતે તકરાર થતાં ફ્રૂટના વેપારીએ ચાકૂ માર્યું

Views 41

ઉસ્માનપુર વિસ્તારમાં સરદાર પટેલ અંડરપાસે પોતપોતાની ગર્લ ફ્રેન્ડને લઈને ફરવા નીકળેલા બે સગા ભાઈઓને ફ્રૂટની લારીવાળા સાથે આંબલી ખરીદવાના મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદમાં ફ્રૂટના વેપારીએ એક યુવકને ચાકૂનો ધા મારી ઈજા કરી હતી. નારણપુરા પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી ફ્રૂટના વેપારી અને તેના ભાઈની ધરપકડ કરી હતી.યુવકો સાથે રહેલી યુવતીઓએ આંબલી માંગતા વેપારીએ ધંધાનો સમય પુરો થયાનું કહી વસ્તુ આપવાની ના પાડી હતી.

ફ્રૂટની લારી પાસે જઈ યુવતીએ આંબલી માંગતા વેપારીએ ધંધાનો ટાઈમ પુરો થયાનું કહેતાં વિવાદ

શાહપુર મીલ કમ્પાઉન્ડમાં આશીયાના ફલેટમાં રહેતાં અને રિક્ષા ચલાવતા સૈફ યુસુફ કુરેશી (ઉં,૨૬)એ જુના વાડજની પુરૂષાર્થ સોસાયટીમાં રહેતાં જયેશ અને તેના ભાઈ મુકેશ રમેશભાઈ ચાવડા વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદી અને તેનો ભાઈ ફૈસ બંને જણા પોતપોતાની ગર્લફ્રેન્ડને લઈને ટુ વ્હીલર પર ફરવા માટે નીકળ્યા હતા. ઉસ્માનપુર કેતન ચાર રસ્તાથી સરદાર પટેલ બાવલા તરફ બંને કપલ જતા હતા. તે સમયે ફ્રૂટની લારીવાળો દેખાતા ફરિયાદીની ગર્લફ્રેન્ડે આંબલી લેવાનું કહી વાહન ઉભું રખાવ્યુ હતું. જો કે, ફ્રૂટની લારીવાળાએ ધંધાનો ટાઈમ પુરો થયો હોવાનું આંબલી આપવાની ના પાડી હતી. ફરિયાદીએ ફરીથી આંબલી માંગતા આરોપી ઉશ્કેરાયો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જોરશોરથી બૂમો પાડતા લારીવાળા સાથે તકરાર ના થાય માટે બંને ભાઈઓ આગળ જતા રહ્યા હતા. દરમિયાન ફ્રૂટના વેપારીએ આવી ફરિયાદી સાથે ઝપાઝપી કરી માથામાં બોથડ પર્દાથ માર્યો હતો. જે ફરિયાદી અને તેની ગર્લફ્રેન્ડે લઈ લેતા આરોપીએ લારીમાં પડેલું ચાકુ કાઢી ફરિયાદી સૈફને બે ઘા માર્યા હતા. આ દરમિયાન વેપારીનો ભાઈ આવી જતા તેણે પણ મારામારી શરૂ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *