રવિવારે આતંકીઓએ બે બિહારના મજૂરોની હત્યા કરી
શનિવારે પણ બે પરપ્રાંતિય લોકોની હત્યા કરવામાં આવી હતી
કાશ્મીરની સ્થિતિને લઈને બિહારનું રાજકારણ ગરમાયું

આતંકીઓ દ્વારા પરપ્રાંતિય મજૂરોને નિશાન બનાવ્યા બાદ જમ્મુ -કાશ્મીરમાં ભયનું વાતાવરણ છે. અન્ય રાજ્યોમાંથી ત્યાં કામ કરવા આવેલા લોકો હવે સ્થળાંતર કરવા મજબૂર બનતા જોવા મળી રહ્યા છે. રવિવારે કાશ્મીરમાં બિહારથી આવેલા બે પરપ્રાંતિય મજૂરોની હત્યા બાદ રેલવે સ્ટેશનનું દ્રશ્ય બદલાઈ ગયું છે. જમ્મુ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો જોવા મળ્યા હતા, જેઓ તેમના ઘરે પરત ફરવા માંગે છે. જમ્મુ રેલવે સ્ટેશનની ફૂટપાથ પર મોટી સંખ્યામાં લોકો બેઠા છે, બધા પોતપોતાના ઘરે જવા માટે ટ્રેનની રાહ જોઈ રહ્યા છે

ફરીવાર કાશ્મીરમાં નહીં જઈએ
પોતાના સ્થિતિનું વર્ણન કરતા ઘણા મજૂરોની આંખમાં આંસુ પણ આવી ગયા હતા. ભૂખના કારણે ઘણા મજરૂના બાળકો રડી રહ્યા હતા. કેટલાક લોકોએ કહ્યું કે, હવે અમે ક્યારેય કાશ્મીર પરત નહીં આવીએ કેમ કે આતંકીઓ ધમકી આપી રહ્યા છે અને ઘાત લગાવીને પરપ્રાતિંયો પર હુમલાઓ કરી રહ્યા છે.
પ્રવાસી મજૂરોમાં આતંકી હુમલાનો ભય
પ્રવાસી મજૂરોએ કહ્યું કે, તેમના જીવને ખતરો છે. મજૂરોનું કહેવુ છે કે, અમારી પાસે હાલમાં કોઈ પૈસાની બચત પણ નથી. કોઈકે આરોપ લગાવ્યો કે, જે ઈટોના ભઠ્ઠામાં તેઓ કામ કરતા હતા તેમના માલિકે અમે અમારા બાકીના પૈસા પણ ન આપ્યા. પૈસા લીધા વગર જ અમારે ઘરે પરત ફરવુ પડી રહ્યું છે. કારણ કે અહીં આતંકીઓ ગમે ત્યારે અમને નિશાન બનાવશે.
HBN TV NEWS