અમદાવાદ-સુરતમાંથી સૌથી વધુ વિદેશી દારૂ પકડાયો:2 વર્ષમાં 4,300 કરોડના ડ્રગ્સ અને દારૂ પકડાયાં

Views 96

ગુજરાતમાંથી છેલ્લા બે વર્ષના સમયગાળામાં કુલ 4,300 કરોડ કરતાં વધુની કિંમતના દારૂ, ડ્રગ્સ સહિતના નશીલા દ્રવ્યો પકડાયાં છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં ગૃહવિભાગનો હવાલો સંભાળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલા લેખિત જવાબની વિગતો ચકાસતા ખ્યાલ આવે છે કે આ સમયગાળામાં પોલીસે વિવિધ 25 જિલ્લાઓમાંથી 197 કરોડની કિંમતની 1.66 કરોડ વિદેશી દારૂની બોટલો, 3.94 કરોડ રૂપિયાનો 23 લાખ લિટર દેશી દારૂ, 10.50 કરોડની 12.27 લાખ બિયરની બોટલો અને 4,058 કરોડ રૂપિયાના અફીણ, ગાંજો, ચરસ, હેરોઇન અને અન્ય ડ્રગ્સ પકડાયાં છે. સરકારે આપેલી વિગતો અનુસાર આ કિસ્સાઓના 2,987 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્યમાં દારૂ, ચરસ, ડ્રગ્સ સહિતના કેફી દ્રવ્યો ખુલ્લેઆમ વેચાય છે અને તેને ડામવાની સરકાર મોટી મોટી વાતો કરે છે, પણ તે માત્ર કાગળ પર જ હોવાનું આ આંકડા પરથી દેખાય છે. વાતો ડબલ એન્જિન સરકારની થાય છે, પણ ગુજરાતમાં નશાખોરી ઉડતા પંજાબની જેમ ડબલ ગતિએ વધી રહી છે, જેના હપ્તા મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચે છે. દારૂ, ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

કચ્છ, વડોદરા અને ભરૂચમાંથી સૌથી વધુ ડ્રગ્સ પકડાયું
આ વિગતો અનુસાર વડોદરામાંથી 1,603 કરોડનો, ભરૂચમાંથી 1,383 કરોડનો તથા કચ્છમાંથી 1024 કરોડ રૂપિયાના ડ્રગ્સ સહિતના માદક પદાર્થો પકડાયાં છે. તે પછી સૂરતમાંથી 16.40 કરોડ જ્યારે અમદાવાદમાંથી 7 કરોડ રૂપિયાના નશીલા દ્રવ્યો ઝડપી પાડવામાં આવ્યા છે.

અમદાવાદ-સુરતમાં દારૂની રેલમછેલ
અમદાવાદ કરતાં સુરતમાંથી 11 ગણી વધુ વિદેશી દારૂની બોટલ ઝડપાઇ છે, પરંતુ સુરત કરતાં અમદાવાદમાંથી ઝડપાયેલી દારૂની બોટલોની કિંમત વધુ છે. અમદાવાદમાંથી 28.23 કરોડની કિંમતની 8 લાખ બોટલ જ્યારે સુરતમાંથી 21.42 કરોડની 86 લાખ બોટલ પકડાઈ હતી.

અદાણી પોર્ટથી 375 કરોડનું હેરોઇન પકડાયું
આ સાથે અન્ય પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું છે કે કચ્છના મુંદ્રા ખાતે આવેલા અદાણી બંદર પરથી 375 કરોડ કરતા વધુ કિંમતનું 75 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. તે કેસમાં અદાણી બંદરના જવાબદાર 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

એટીએસએ 924 કરોડનું ડ્રગ્સ પકડ્યું
ગુજરાતના આતંકવાદ વિરોધી દળે છેલ્લાં બે વર્ષમાં કુલ 924.97 કરોડ રૂપિયાની કિંમતનું 185 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ પકડ્યું હતું. આ કિસ્સાઓમાં 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ 32 પાકિસ્તાની નાગરિકો છે, જ્યારે 7 ભારતીય અને 1 અફઘાન નાગરિક છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *