મહારાષ્ટ્રમાં તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ જેમાં યશોધરા શિંદે નામની ૨૧ વર્ષની યુવતીએ સરપંચ બનીને ધ્યાન ખેંચ્યું છે. તે સાંગલી જિલ્લાના મિરાજ તાલુકાની વડ્ડી ગામની સરપંચ તરીકે તે ગામનો વિકાસ કરવા ઇચ્છે છે. તે હજુ ઓનલાઇન અભ્યાસ કરીને અભ્યાસ ચાલું રાખવા ઇચ્છે છે. તે ગ્રામીણ મહિલાઓને સ્વાવલંબી અને સક્ષમ બનાવવા માટે પ્રયાસ કરવા માંગે છે એટલું જ નહી ખેડૂતોને ખેતી કરવામાં નડતી સમસ્યા નિવારવા રજૂઆત કરશે.
યશોધરા જયોર્જીયામાં ન્યૂ વિઝન યુનિવસિટીમાંથી એમબીએસમાં એડમિશન લીધું હતું. હજું તે ચોથા વર્ષમાં છે અને દોઢ વર્ષનો સ્ટડી બાકી છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું જાહેરનામું બહાર પડયું ત્યારે સ્થાનિક લોકો પિતાના પરીવારમાંથી જ કોઇ સરપંચની ચૂંટણી લડે તેમ ઇચ્છતા હતા. આથી અમેરિકામાં અભ્યાસ કરતી પુત્રીને સરપંચની ચૂંટણી લડવા પિતાએ ગામ બોલાવી હતી.
પિતાની લાડલી પુત્રીએ પિતાની ઇચ્છાને માન આપીને જયોર્જીયાથી આવી હતી. ચુંટણીમાં ઉમેદવારી નોંધાવીને જીત મેળવી હતી. તેણે ધાર્યુ હોતતો વિદેશમાં રહીને કરોડોની કમાણી કરી શકે તેમ હતી.તેનો અભ્યાસ પણ પુરો થવામાં હતો. વિદેશનો મોહ છોડીને યુવતી સરપંચ બનીને ચર્ચા જગાવી છે. ૧૮ ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી પછી તેણે ગામને મોડલ વિલેજ બનાવવાની આશા વ્યકત કરી હતી.