સ્ક્વોશ સ્ટાર સૌરવ ઘોષાલ મલેશિયન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બન્યો

Views 144

સ્ક્વોશમાં ત્રણ વર્ષના દુષ્કાળના અંત સાથે ઇતિહાસ રચાયો

સેકંડ સીડેડ સૌરવને ભારતીય સ્ક્વોશનો ચહેરો માનવામાં આવે છે.

ભારતીય સ્ક્વોશ સ્ટાર સૌરવ ઘોષાલે શનિવારે ઈતિહાસ રચી દેતાં મલેશિયન ઓપન ચેમ્પિયનશિપ 2021નો ખિતાબ જીતી લીધો છે અને આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. મલેશિયન ઓપન ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં સૌરવ ઘોષાલનો સામનો કોલમ્બિયાના મિગેલ રોડ્રિગ્ઝ સામે થયો હતો જેને પરાજિત કરીને સૌરવે સ્ક્વોશમાં મેન્સ સિંગલ્સની આ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાનું બહુમાન મેળવ્યું છે.
સેકંડ સીડેડ સૌરવને ભારતીય સ્ક્વોશનો ચહેરો માનવામાં આવે છે. તેણે ફાઇનલમાં ટોચની વરિયતા ધરાવતાં રોડ્રિગ્ઝને 11-7, 11-8, 13-11થી પરાજય આપ્યો હતો. 55 મિનિટ સુધી ચાલેલા આ જંગમાં વિજય મેળવીને સૌરવે પાછલા ત્રણ વર્ષથી ચાલી રહેલાં મેડલના દુષ્કાળનો પણ અંત કર્યો છે. તેણે છેલ્લે 2018મા કોલકાતા આંતરરાષ્ટ્રીય ઓપન જીતી લઇને પીએસએ ટાઇટલ જીત્યું હતું. આ જીત સાથે સૌરવના નામે 10 પીએસએ ટાઇટલ થઇ ગયા છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *