પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ પર કટાક્ષ
પેટ્રોલથી સસ્તું થયું બિયર: શત્રુઘ્ન સિન્હા
બોલિવુડના અભિનેતા શત્રુઘ્ન સિન્હા પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. તેઓ મોટાભાગે તમામ મુદ્દા પર પોતાનુ મંતવ્ય રજૂ કરતા હોય છે. હવે શત્રુઘ્ન સિન્હાએ સતત વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ પર કટાક્ષ કર્યો છે. તેમણે પેટ્રોલની સરખામણી બિયર સાથે કરી છે.
શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટ કરી પોતાની વાત કહી છે. પોતાના ટ્વીટર હેન્ડલ પરથી એક પોસ્ટ કરી છે. તેના પર બિયરની બોટલ છે અને તેના પર લખ્યું છે કે દાયકાઓ બાદ બિયર હવે પેટ્રોલથી સસ્તું થઇ ગયું છે. હવે નવું સ્લોગન હશે – બસ પી લો અને ડ્રાઇવ મત કરો. શત્રુઘ્ન સિન્હાની આ ટ્વીટ ખૂબ જ વાયરલ થઇ કહી છે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે. તેને લઇ વિપક્ષ કેન્દ્ર સરકાર પર નિશાન સાંધી રહ્યું છે અને હવે શત્રુઘ્ન સિન્હાએ અપ્રત્યક્ષ રીતે પોતાની વાત કહી છે. તો શત્રુઘ્ન સિન્હાની ટ્વીટ પર યુઝર્સે તેમને બોલિવુડના ડ્રગ્સ કેસની યાદ અપાવી દીધી.
