વિરમાયા મંદિર, માયાટેકરી, પાટણ ખાતે ફરી એક વાર આજ તા -20-08-2020 ને ગુરુવાર ના રોજ સાવ સાદાઈ થી લગ્નવિધિ યોજાઈ. જેમાં પાટણ દુઃખવાડા વણકરવાસ ના જયંતિભાઈ સેંધાભાઈ પરમાર નો દીકરો ચિ. સાવન અને ગામ મણુંદ ના ત્રિભોવનદાસ મકવાણા ની દીકરી ચિ. પ્રિયંકા ની લગ્ન વિધિ યોજાઈ હતી. મિત્રો, સાદાઈ થી લગ્નવિધિ નો આ મહિના નો ત્રીજો પ્રસંગ છે.
વિરમાયા મંદિર, માયાટેકરી, પાટણ ખાતે સાદાઈ થી લગ્નવિધિ ની વિરમાયા સ્મારક સમિતિ ની આ નવી પરંપરા ને સમાજના તમામ વર્ગ ના લોકો એ ખુબજ આવકારી છે. વિરમાયા સ્મારક સમિતિ નવદંપતી ના સુખી લગ્ન જીવનની વિરમાયા દેવ ને પ્રાર્થના ના કરે છે.
આજ ના આ લગ્ન પ્રસંગ મા વિરમાયાં સ્મારક સમિતિ ના મહામંત્રી શ્રી ધીરજભાઈ સોલંકી, ઉપ પ્રમુખશ્રી પાનાચંદભાઈ સોલંકી, કન્વીનર શ્રી નગીનચંદ્ર ડોડીયા, રાજુભાઈ સોલંકી (માયાનગર ), અરવિંદભાઈ એમ સોલંકી (દુઃખવાડા ), નિલેશભાઈ અગ્રવાલ, પુંજાલાલ સોલંકી (મોટીસરાય ) તેમજ જેઓના માધ્યમ થી લગ્ન ગોઠવાયા તેવા મનોજભાઈ પરમાર (વકીલ )સહીત વરકન્યા ના પરિવારજનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર:-જગદીશભાઈ સોલંકી પાટણ
વિરમાયા મંદિર, માયાટેકરી, પાટણ ખાતે ફરી એક વાર આજ તા -20-08-2020 ને ગુરુવાર ના રોજ સાવ સાદાઈ થી લગ્નવિધિ યોજાઈ.
Views 64