યુનિવર્સિટીમાં સેનેટ-સિન્ડિકેટની જગ્યાએ બીઓજી બનાવવાની યોજના ચૂંટણીના કારણે અટકી પડી

Views 160

સમિતિ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટેનો રોડમેપ સૂચવવામાં આવ્યો હતો
બંધારણીય પરિવર્તન સામે નારાજગી અથવા વિરોધ ટાળવા માટે અમલીકરણ અટકાવવામાં આવ્યું હતું
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કેન્દ્રમાં સંસ્થાકીય સ્વાયત્તતા

નેશનલ એજ્યુકેશન પોલિસીના કેન્દ્રમાં સંસ્થાઓની સ્વાયત્તતા છે. તેને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ રોડમેપ IITs, NITs અને IIMતર્જ પર ફેરફાર કરવામાં આવી શકે છે. કારણ કે સંસ્થાનો વિકાસ એવા સમયે મુશ્કેલ બની જાય છે જે વિવિધ કાઉન્સિલ, સિન્ડિકેટ અને સેનેટમાંથી મંજૂરીઓમાં અટવાઈ જાય છે. આ માટે ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં સંપૂર્ણ ફેરફરની જરૂર હોવાથી 4 વર્ષ પછી શરૂ થનારી શૈક્ષણિક સ્વાયત્તતા પ્રયિા સાથે શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે જે ડી-એફેલિએશન અને ડી-એેડિટેશન પ્રયિા દ્વારા અનુસરવામાં આવશે તેમ જીટીયુના કુલપતિ પ્રો.નવીન શેઠે જણાવ્યું હતું.
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ચૂંટાયેલી બોડીના સ્થાને બોર્ડ ઓફ ગવર્નર્સને લાગુ કરવાની યોજના વિધાનસભાની ચૂંટણીના કારણે સરકારે સ્થગિત કરી દીધી છે. શાસનના માળખામાં આ મોટા ફેરફાર સામે કોઈપણ નારાજગી અથવા વિરોધ ઉઠે નહીં તે હેતુથી સરકારે યુનિવર્સિટીના શાસનમાં માળખાકીય પરિવર્તનના અમલીકરણને હાલ માટે અટકાવી દીધું છે.
સેનેટ-સિન્ડીકેટના સ્થાને બીઓજી લાવવાના આ ફેરફાર લાવવા માટે યુનિવર્સિટી એક્ટમાં સુધારો કરવાનું કાર્ય તાત્કાલિકની યાદીમાં હતું તેને બદલે તેને લાંબા ગાળાની યાદીમાં ધકેલી દેવામાં આવ્યું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ના અમલીકરણ માટે રચાયેલી રોડમેપ કમિટીએ અગાઉ રાજ્ય સરકારને તેના અહેવાલમાં, બોર્ડ ઓફ્ ગવર્નર્સ રાખવા અને યુનિવર્સિટીના સંચાલનમાં હાલની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ભૂમિકા સ્થાપિત કરવા માટેના આદેશ અંગે યુનિવર્સિટી એક્ટમાં સુધારો કરવા સૂચવ્યું હતું.
કમિટીએ સપ્ટેમ્બરમાં શાસન અને નેતૃત્વની સૂચિબદ્ધ કરી હતી જેમાં સિન્ડિકેટ અને સેનેટના ચૂંટાયેલા સભ્યોને તાત્કાલિક કાર્ય યોજના હેઠળ બોર્ડ ઓફ્ ગવર્નર્સ સાથે બદલવાનો સમાવેશ થાય છે. જે 2022થી શરૂ થતી સમયરેખા સાથે હાથ ધરવામાં આવશે. સપ્ટેમ્બરમાં સરકારમાં ફ્ેરફર સાથે આ રોડમેપ કમિટીમાં થોડા વધુ સભ્યો ઉમેરવામાં આવ્યા હતા અને કુલ સભ્યોની સંખ્યા 16 પર પહોંચી હતી. જેમાં અધ્યક્ષ તરીકે જીટીયુના કુલપતિ પ્રો.નવીન શેઠ હતા.
સરકારે ખાનગી યુનિવર્સિટી બિલ-2009 પસાર કર્યા પછી રાજ્યમાં સ્થપાયેલી ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી સહિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટી-ગોધરા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી-જૂનાગઢ સહિત કેટલીક યુનિવર્સિટીઓ પહેલેથી જ બોર્ડ ઑફ્ ગવર્નર્સનું માળખુ ધરાવે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *