મોટી રાહત:મહેસાણાથી પસાર થતી લોકલ અને ડેમુ ટ્રેનમાં પાસની સુવિધા શરૂ કરાઈ, 10 લોકલ, 10 ડેમુ અને મેમુ ટ્રેનોમાં બુધવારથી પાસની સુવિધા કાર્યરત

Views 141

કોરોના મહામારી દરમિયાન ટ્રેનો બંધ થતાં પાસની સુવિધા બંધ કરાઈ હતી

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
                                                                      પ્રતિકાત્મક તસવીર

                     મહેસાણા રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતી લોકલ, ડેમુ અને મેમુ ટ્રેનોમાં બુધવારથી પાસ સુવિધા શરૂ કરાઈ છે. 10 લોકલ અને 10 ડેમુ તેમજ મેમુ ટ્રેનોમાં પાસની સુવિધા હવેથી મળી રહેશે. પાસની સુવિધા શરૂ કરવાના કારણે નોકરીયાતો મોટી રાહત થાય તેવી શક્યતા છે.પશ્ચિમ રેલવે અંતર્ગત અમદાવાદની ડીઆરએમ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં 15 સપ્ટેમ્બરથી અનરીઝર્વ્ડ એટલે કે લોકલ ટ્રેનોમાં એમએસટી (મન્થલી સિઝન ટિકિટ)ની વ્યવસ્થા શરૂ કરાઈ છે. ઉલ્લે્નીય છે કે કોરોનાના કારણે ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી હતી.

ટ્રેન નંબરક્યાંથીક્યાં
9431સાબરમતીમહેસાણા
9432મહેસાણાસાબરમતી
9433સાબરમતીપાટણ
9434પાટણસાબરમતી
9497ગાંધીનગરવરેઠા
9498વરેઠાગાંધીનગર
9488વડનગરમહેસાણા
9487મહેસાણાવડનગર
9492વડનગરમહેસાણા
9491મહેસાણાવડનગર

                 જ્યારે સાથે સાથે સ્પેશ્યલ અને લોકલ ટ્રેનમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત રિઝર્વેશન ફરજીયાત કરાયું હતું. જેમાં પાસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. મહેસાણા રેલ્વે સ્ટેશનેથી પાસ સુવિધા શરૂ કરાતાં કાયમી અપડાઉન કરતા લોકોને ફાયદો થશે. મહેસાણા રેલ્વે સ્ટેશનથી અમદાવાદ, કલોલ તેમજ પાટણ રૂટ પર કાયમી મુસાફરો અપડાઉન કરતા હોય છે. જ્યાં પાસ સેવા બંધ થતાં કાયમી મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે રેલવે વિભાગ દ્વારા ડેમુ ટ્રેન માટેના પાસ શરૂ કરતાં કાયમી મુસાફરી કરતા પંથકના લોકોને ફાયદો થશે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *