કોરોના મહામારી દરમિયાન ટ્રેનો બંધ થતાં પાસની સુવિધા બંધ કરાઈ હતી
મહેસાણા રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતી લોકલ, ડેમુ અને મેમુ ટ્રેનોમાં બુધવારથી પાસ સુવિધા શરૂ કરાઈ છે. 10 લોકલ અને 10 ડેમુ તેમજ મેમુ ટ્રેનોમાં પાસની સુવિધા હવેથી મળી રહેશે. પાસની સુવિધા શરૂ કરવાના કારણે નોકરીયાતો મોટી રાહત થાય તેવી શક્યતા છે.પશ્ચિમ રેલવે અંતર્ગત અમદાવાદની ડીઆરએમ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં 15 સપ્ટેમ્બરથી અનરીઝર્વ્ડ એટલે કે લોકલ ટ્રેનોમાં એમએસટી (મન્થલી સિઝન ટિકિટ)ની વ્યવસ્થા શરૂ કરાઈ છે. ઉલ્લે્નીય છે કે કોરોનાના કારણે ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી હતી.
| ટ્રેન નંબર | ક્યાંથી | ક્યાં |
| 9431 | સાબરમતી | મહેસાણા |
| 9432 | મહેસાણા | સાબરમતી |
| 9433 | સાબરમતી | પાટણ |
| 9434 | પાટણ | સાબરમતી |
| 9497 | ગાંધીનગર | વરેઠા |
| 9498 | વરેઠા | ગાંધીનગર |
| 9488 | વડનગર | મહેસાણા |
| 9487 | મહેસાણા | વડનગર |
| 9492 | વડનગર | મહેસાણા |
| 9491 | મહેસાણા | વડનગર |
જ્યારે સાથે સાથે સ્પેશ્યલ અને લોકલ ટ્રેનમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત રિઝર્વેશન ફરજીયાત કરાયું હતું. જેમાં પાસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. મહેસાણા રેલ્વે સ્ટેશનેથી પાસ સુવિધા શરૂ કરાતાં કાયમી અપડાઉન કરતા લોકોને ફાયદો થશે. મહેસાણા રેલ્વે સ્ટેશનથી અમદાવાદ, કલોલ તેમજ પાટણ રૂટ પર કાયમી મુસાફરો અપડાઉન કરતા હોય છે. જ્યાં પાસ સેવા બંધ થતાં કાયમી મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે રેલવે વિભાગ દ્વારા ડેમુ ટ્રેન માટેના પાસ શરૂ કરતાં કાયમી મુસાફરી કરતા પંથકના લોકોને ફાયદો થશે.