bhawinparmar.kalol(PMS)
કાનોડ ગામે આવેલી મેશરી નદીમાં પટમાંથી ઓવરલોડ રેતી ભરેલાં હાઈવા ટ્રક ને LCB પોલીસે ઝડપી પાડ્યો.
કાલોલ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા એલ.સી.બી પોલીસનો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તાર ના કાનોડ ગામ તરફ પેટ્રોલિંગમાં હતાં.
તે સમયે કાનોડ ગામે પહોંચતા મેશરી નદી નજીકમાંથી એક હાઈઓ ટ્રક ઓવરલોડ રેતી ભરીને આવતો દેખાઈ આવતાં તેને રોકી તેના ડ્રાઈવરને પૂછપરછ કરતાં તેને પોતાનું નામ કલ્પેશભાઈ કિરીટભાઇ મહેરા (ઉ.વ.૨૮) રહે.નવાહાડીંયા ,તા-બાલાશિનોર જી.મહિસાગર નો હોવાનું જણાવ્યું હતું.
પોલીસ દ્વારા ડ્રાઈવર પાસે ઓવરલોડ રેતી ભરેલાં હાઈવા ગાડી ના કાગળો કે રોયલ્ટી અથવા તો પાસ પરમીટ માંગતા કોઈ પણ કાગળો કે આધાર પુરાવા મળ્યા ન હતાં.જેથી સદર વાહનને જપ્ત કરી પોલીસ જપ્તા સાથે રેતી ભરેલા વાહન નું વજન કરાવી કાલોલ પોલીસ મથકે લાવવામાં આવેલ હતું.
સદર વાહનને એમ.વી એકટ કલમ ૨૦૭ મુજબ ડિટેઇન કરી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મુકી જિલ્લા ખાણ-ખનીજ વિભાગ ગોધરાને આગળની કાર્યવાહી હાથ ધરવામાં માટે જાણ કરવામાં આવેલ છે.
મેશરી નદીના પટમાંથી ઓવરલોડ રેતી ભરેલો હાઈવો ઝડપાયો
Views 163