સુરત,શનિવાર: કોરોના સંકટના કારણે દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિમાં સામાજિક સંસ્થાઓ, સેવાભાવી લોકોએ ગરીબવર્ગ માટે મદદનો ધોધ વહાવ્યો છે, ત્યારે મહુવા તાલુકાના કાછલ ગામ ખાતે રાજસ્થાન, સોનગઢ, ડાંગ, સપ્તશૃંગીથી રોજગારી માટે આવેલા ૩૪ શ્રમિકો વતન જઈ શક્યા ન હતા. લોકડાઉનના કારણે વાહનવ્યવહાર બંધ હોવાથી કાછલ ગામમાં રહેવા માટે મજબૂર બન્યા હતાં. જેમની વ્હારે આવતાં મહુવા તાલુકા આદિવાસી પંચના યુવાનો, ગ્રામજનોએ શ્રમિકો માટે અનાજ, કરિયાણું, શાકભાજીની વ્યવસ્થા કરી છે. મહુવા અને તરકાણી, વહેવલ, મહુવરીયા, વલવાડા, કરચેલીયા, મોગરા, કાછલ, ગામના યુવાનો દ્વારા તેમની તમામ સારસંભાળ રાખવામાં આવી રહી છે. યુવાનોએ કોરોનાના વિકટ સમયમાં માનવતા મહેકાવી છે. સર એ શાકભાજી ભેગી કરી આપવામાં આવી..આ છે આપણા ગરવી ગુજરાતની અનોખી ઓરખાણ….
માનવતાની મહેંક; મહુવા તાલુકાના કાછલ ગામ ખાતે ફસાયેલાં રાજસ્થાન, સોનગઢ, ડાંગ, સપ્તશૃંગીના ૩૪ શ્રમિકોની સંભાળ રાખતા યુવાનો
Views 144