માતાએ પુત્રની હત્યા કરી લાશને આંગણામાં દાટી:હત્યાનું કર્યું પ્રી-પ્લાનિંગ; શ્રમિકને બોલાવી 4 ફૂટ ઊંડો ખાડો ખોદાવડાવ્યો, દુર્ગંધથી ખુલ્યું રહસ્ય

Views 84

ઔરંગાબાદમાં એક મહિલાએ પોતાના પુત્રની હત્યા કરી લાશને આંગણામાં દાટી દીધી હતી. મહિલાએ પહેલા ગળું દબાવી પુત્રની હત્યા કરી, ત્યાર પછી શ્રમિકને બોલાવી શૌચાલયની ટાંકીના નામે 4 ફૂટનો ખાડો ખોદાવડાવ્યો. ખાડો ખોદાઈ જતા મહિલાએ શ્રમિકને પાણી લેવાના બહાને બહાર મોકલ્યો અને તે પરત ફરે ત્યાં સુધી તેણે ખાડો ભરી દીધો અને શ્રમિકને પરત મોકલી દીધો હતો.

આ મામલો મદનપુર પોલીસ સ્ટેશનના માયા બીઘા ગામનો છે. મૃતકની ઓળખ 15 વર્ષિય મારૂતીનંદન કુમાર તરીકે થઈ છે. તે એક ખાનગી શાળામાં સાતમા ધોરણમાં ભણતો હતો. બે મહિના પહેલા મહિલાએ પોતાની 17 વર્ષિય પુત્રી પુનીતા કુમારીની હત્યા કરી હતી. મહિલાનો બીજો પણ એક દિકરો છે, જે દિવ્યાંગ છે અને તેની માતાની સાથે જ રહે છે.

હત્યા પહેલાથી પ્લાનિંગ હતી
જ્યારે મહિલાને ગંધની વાત કરી, ત્યારે તેણે ઉંદર કા તો સાંપ મરવાની વાત કરી. લગભગ ચાર ફૂટ ખાડો થયો ત્યારે મહિલાએ શ્રમિકને પાણી લાવવા માટે બહાર મોકલ્યો. શ્રમિક પરત ફર્યો, ત્યાં સુધી મહિલાએ ખાડો પૂરી દીધો હતો. ત્યાર પછી મહિલાએ કહ્યું પંડિતજીએ ખાડો ખોદવાની ના પાડી છે. અત્યારે ખાડો નથી ખોદવાનો. તેણે જ ગ્રામજનોને આ વિશે જાણ કરી. ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવી. સૂચના મળતા જ પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી અને પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી.

SDPOએ કહ્યું-આ હત્યા પહેલાથી પ્લાનિંગ કરી હતી. ઘણા દિવસો સુધી મૃતદેહ અહીં રાખવામાં આવ્યો હતો. શ્રમિકને બોલાવીને તેણે ખાડો ખોદ્યો અને પોતે તેમાં બાળકને દાટી દીધો. જેનો મહિલાએ સ્વીકાર કર્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મામલે અન્ય કોઈ વ્યક્તિ મહિલાની મદદ કરી રહ્યું છે. આ મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.

ત્રણ મહિના પહેલા પુત્રીની હત્યા થઈ હતી
મળતી માહિતી મુજબ, મહિલા કંચન દેવીના પતિ વિનય સિંહનું થોડાં વર્ષ પહેલાં એઇડ્સથી મૃત્યુ થયું હતું. મહિલાને એક પુત્ર અને એક પુત્રી હતી. ગ્રામજનોને શંકા છે કે મહિલાએ બે મહિના પહેલા તેની પુત્રી 17 વર્ષની પુનિતા કુમારીની હત્યા કરી હતી. મેટ્રિકની પરીક્ષા આપીને પાછા ફર્યા બાદ અચાનક તેમનું અવસાન થયું. મહિલાના સસરા રાજેન્દ્ર સિંહ નિવૃત્ત ઈન્સ્પેક્ટર છે. તે મૂળ ગયા જિલ્લાના ગુરુઆ પોલીસ સ્ટેશનના નાગવાનગઢ પચરુખિયાનો રહેવાસી છે, પરંતુ શિવગંજમાં ઘર બનાવીને રહે છે. મહિલા પણ ત્યાં રહે છે.

મદનપુર પોલીસ સ્ટેશનના પ્રમુખ શશિ કુમાર રાણાએ જણાવ્યું હતું કે પટનાથી આવેલી FSL ટીમ મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ મૃતદેહનું વેરિફિકેશન કરશે. મહિલા કંચન દેવીની કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

અહીં આરોપી માતાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે કહી રહી છે કે તેણે ફી ભરવા માટે શનિવારે બાળકને 750 રૂપિયા આપ્યા હતા, પરંતુ તેણે ફી ચૂકવી ન હતી. મોલ ફરીને તેણે તમામ પૈસા ખર્ચી નાખ્યા હતા. ત્યારબાદ રવિવારે તે 1500 રૂપિયા લઈને બારીમાંથી નીચે ઉતર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *