ભીલોડા ના કોટેજ હોસ્પીટલ નજીક થી પંદર દિવસ અગાઉ ચોરીમાં ગયેલ મોટર સાયકલ તથા ચોરી કરનાર ઇસમ ને મોડાસા ના હજીરા નજીક થી ઝડપી પાડતી – લોકલ ક્રાઇમ બ્રાન્ચ , અરવલ્લી

Views 177

ભીલોડા ના કોટેજ હોસ્પીટલ નજીક થી પંદર દિવસ અગાઉ ચોરીમાં ગયેલ મોટર સાયકલ તથા ચોરી કરનાર ઇસમ ને મોડાસા ના હજીરા નજીક થી ઝડપી પાડતી – લોકલ ક્રાઇમ બ્રાન્ચ , અરવલ્લી
 . પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ , ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત , સાહેબ અરવલ્લી નાઓએ જિલ્લામાં ચોરી કરનાર ઇસમોને પકડી પાડવા માર્ગદર્શન / સુચનાઓ આપેલ હતી . જે અન્વયે , શ્રી સી.પી.વાઘેલા , પોલીસ ઇન્સ્પેકટર , એલ.સી.બી. , અરવલ્લી – મોડાસા નાઓની સૂચના મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો મોડાસા ના હજીરા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ભીલોડા પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૩૨૨૦૦૨૯ા ૨૨ ઇ.પી.કો.કલમ , ૩૭૯ મુજબ ના કામે ચોરી થયેલ મોટર સાયકલ ચોરી થયેલ તે મોટર સાયક નુ એકસીડન્ટ થયેલ હોવાથી મોટર સાયકલ રીપેર કરાવવા માટે ચોરી કરનાર ઇસમ મોડાસા ના હજીરા નજીક મોટર સાયક્લ સાથે ઉભો છે તેવી હકીકત મળતાં સદર ઇસમ હોય ત્યા આવી તપાસ કરતાં સદર બાઇક નજીક અર્પીતકુમાર ફર્નાડીસ ઉર્ફે નટુભાઇ ડામોર ઉ.વ .૨૧ રહે . માકરોડા તા . ભિલોડા જિ.અરવલ્લીનો હોવાનું જણાવેલ અને તેની પાસે થી મોટર સાયકલો મળી આવેલ જે મોટર સાયકલના કાગળો કે આધાર પુરાવા માંગતાં તે પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ અને જે મોટર સાયકલ પોતે ભીલોડા કોટેજ હોસ્પીટલ બાજુમાંથી ૧૦/૦૧/૨૦૨૧ ના રાત્રીના સમયે પોતે ચોરી કરી લાવેલ હોવાનું કબુલ કરેલ હોય . જેથી સદરી ઇસમને તા .૨૬ / ૦૧ / ૨૦૨૨ ના કલાક .૧૪ / ૫૦ સી.આર.પી.સી.કલમ .૪૧ ( ૧ ) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભીલોડા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે આરોપી – અર્પીતકુમાર ફર્નાડીસ ઉર્ફે નટુભાઇ ડામોર ઉ.વ .૨૧ રહે . માકરોડા તા . ભિલોડા જિ.અરવલ્લી કબજે કરેલ મુદ્દામાલ કે હિરો કંપનીનું ડર પ્લસ મોટર સાયક નં -૧ કિ રૂ .૪૫૦૦૦ / કામ કરનાર અધિકારી / કર્મચારીઓ શ્રી સી.પી.વાઘેલા , પોલીસ ઇન્સપેકટર , એલ.સી.બી. અરવલ્લી જિલ્લો , તથા એલ.સી.બી સ્ટાફના અ.હે.કો હરેશભાઇ કાન્તીભાઇ , અ.હે.કો શંકરજી ધુળાજી , અ.હે.કો.દીલીપભાઇ થાનાભાઇ , અ.હે.કો.વિષ્ણુભાઇ સાગરભાઇ , અ.હે.કો અભેસિંહ કોદરસિંહ , અ.હે.કો કલ્પેશસિંહ કરણસિંહ , અ.હે.કો કીશનભાઇ બાબુભાઇ આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ , અરવલ્લી ધ્વારા ચોરીમા ગયેલ મોટર સાયક તથા ચોર ઇસમને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે . તા .૨૬.૦૧.૨૦૨૨ .  
HBN TV NEWS 
આવાજ હિન્દુસ્તાન કી 
હર હંમેશ સત્ય ની સાથે 
ક્રાઈમ  રિપોર્ટર જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *