ભારતની બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામેની રોમાંચક જીત, અત્યાર સુધીની સૌથી મોટી જીત

Views 142

મુંબઈ ટેસ્ટઃ ન્યૂઝીલેન્ડ સામે ભારતની શાનદાર જીત

બીજી ટેસ્ટમાં ભારતે ન્યૂઝીલેન્ડને 372 રને હરાવ્યું હતું

ભારતે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી 1-0થી જીતી લીધી હતી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી

ભારતે સોમવારે બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચના ચોથા દિવસે ન્યૂઝીલેન્ડને 372 રને હરાવીને બે મેચની શ્રેણી 1-0 જીતી લીધી. 540 રનના મુશ્કેલ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ તેના બીજા દાવમાં 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 62 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે તેનો બીજો દાવ સાત વિકેટે 276 રન પર ડિકલેર કર્યો હતો. કાનપુરમાં બંને ટીમો વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ઘરઆંગણે ભારતીય ક્રિકેટ ટીમનો આ સતત 14મો ટેસ્ટ શ્રેણી વિજય છે. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ભારતની આ સૌથી મોટી જીત પણ છે. આ પહેલા 337 રન હતા. જે 2015માં દક્ષિણ આફ્રિકા સામે આવ્યા હતા.
મેચનો ચોથો દિવસ જયંત યાદવના નામે રહ્યો
મેચનો ચોથો દિવસ જયંત યાદવના નામે રહ્યો હતો. તેણે મેચના ચોથા દિવસે ભારતને ચાર સફળતા અપાવી હતી. રવિચંદ્રન અશ્વિને પણ 4 સફળતા અપાવી હતી. ચોથા દિવસે ભારતને જીતવા માટે 5 વિકેટની જરૂર હતી. જયંત યાદવે વિલ સોમરવિલે, કાયલ જેમ્સન, ટિમ સાઉથી અને રચિન રવિન્દ્રને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જયંતની આ શાનદાર બોલિંગના આધારે ભારતે ચોથા દિવસે પ્રથમ સત્ર સમાપ્ત થવાના ઘણા સમય પહેલા જ ન્યૂઝીલેન્ડ પર વિજય મેળવ્યો હતો.
ભારતે પ્રથમ દાવમાં 325 અને બીજી ઇનિંગમાં 276 રન બનાવ્યા
ન્યુઝીલેન્ડ સામે 540 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યા પછી ભારતે ત્રીજા દિવસે પાંચ વિકેટ ઝડપી અને રવિવારે અહીં બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં મોટી જીત તરફ આગળ વધ્યું. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે તેની બીજી ઇનિંગમાં પાંચ વિકેટે 140 રન બનાવ્યા હતા. ભારત જેણે તેની પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવ્યા હતા જ્યારે બીજો દાવ સાત વિકેટે 276 રન પર સમાપ્ત કરીને જાહેર કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 62 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

ન્યુઝીલેન્ડ ભારતીય બોલરો સામે પત્તાના મહેરની જેમ ઢેર થયું
ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો આસાનીથી બેટિંગ કરી શક્યા ન હતા. ડેરીલ મિશેલે 92 બોલમાં 60 રન બનાવી ભારતના બોલરો સામે લડવાનો પ્રયાસ કર્યો હતો. ભારત તરફથી ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને 27 રનમાં ત્રણ અને ડાબોડી સ્પિનર ​​અક્ષર પટેલે 42 રનમાં એક વિકેટ લીધી હતી. અશ્વિને ચાના વિરામ પહેલા કેરટેકર કેપ્ટન અને તેના પ્રિય શિકાર ટોમ લાથમ (06)ને એલબીડબ્લ્યુ આઉટ કર્યો, જેમાં બેટ્સમેન પણ ‘રિવ્યુ’ ગુમાવી બેઠો. અશ્વિને આ આઠમી વખત લાથમને પેવેલિયન મોકલ્યો છે.

અશ્વિને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો
અશ્વિને બીજા ઓપનર વિલ યંગ (20)ને શોર્ટ લેગ પર કેચ કરાવ્યો હતો. ત્યારે વિરાટ કોહલીનો ‘રિવ્યુ’ લેવાનો નિર્ણય સાચો સાબિત થયો હતો. આ વર્ષે અશ્વિનની આ 50મી ટેસ્ટ વિકેટ હતી. એક કેલેન્ડર વર્ષમાં ચોથી વખત તેણે 50થી વધુ વિકેટ લીધી. જે એક ભારતીય રેકોર્ડ છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *