ભરૂચ શહેરના દાંડીયાબજાર વિસ્તારમાં આવેલ લોઢવાડના ટેકરા ખાતેના રહેણાક મકાન માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરુચ શહેર " એ " ડીવીઝન પોલીસ

Views 111

ભરૂચ શહેરના દાંડીયાબજાર વિસ્તારમાં આવેલ લોઢવાડના ટેકરા ખાતેના રહેણાક મકાન માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરુચ શહેર ” એ ” ડીવીઝન પોલીસ. 

ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં દારૂ / જુગારની ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના મળતા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા ભરૂચ વિભાગ , ભરૂચ નાઓની સુચના આધારે , પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ ભરુચ શહેર ” એ ‘ ડીવીઝન પો.સ્ટે . નાઓ દ્વારા ઉપરોક્ત સુચનાઓ બાબતે પ્રોહી / જુગાર કેશો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામા આવેલ તે દરમ્યાન પો.સ્ટે . સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમને બાતમી મળેલ કે દાંડીયાબજાર વિસ્તારમાં આવેલ લોઢવાડના ટેકરા ખાતે રહેતા નરેશભાઈ કીશનભાઈ કહાર નાઓએ ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારૂ લાવી પોતાના કબ્જા ભોગવટાના મકાનના બીજા માળે સંતાડી રાખેલ છે , તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે સદરહુ સરનામાં ઉપર તપાસ કરતા મકાનના બીજા માળના રૂમની દીવાલમાં એક ૧.૫૧.૫ ફૂટનુ ભોયરુ હોય જે ભોયરામાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ / બિયર ટીન નંગ -૧૩૫ , કી.રૂ .૩૧,૭૪૦ / -ના પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણનાપાત્ર પ્રોહી મુદ્દામાલ શોધી કાઢવામા આવેલ છે . આગામી દિવસોમા ભરુચ શહેર “ એ ” ડીવીઝન પો.સ્ટે . પ્રોહી / જુગારની પ્રવૃતિ ઉપર કાર્યવાહી કરવા કટીબધ્ધ છે . 
 કબ્જે કરેલ મુદ્દામાલ ( ૧ ) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ / બિયર ટીન નંગ -૧૩૫ , કી.રૂ .૩૧,૭૪૦ / 
પકડાયેલ મહીલા આરોપી ( ૧ ) રક્ષાબેન W / O નરેશભાઈ કીશનભાઈ કહાર રહે . દાંડીયાબજાર , લોઢવાડનો ટેકરો , ભરૂચ , વોન્ટેડ આરોપી ( ૧ ) નરેશભાઈ કીશનભાઈ કહાર રહે . દાંડીયાબજાર , લોઢવાડનો ટેકરો , ભરૂચ ,
કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ , પો.સ.ઇ. આર.એલ.ખટાણા , હે.કો. રાજેન્દ્રભાઇ , જીતેન્દ્રભાઇ , તથા પો.કો. સરફરાજ , પંકજભાઇ , કાનુભાઇ , મહેશકુમાર , શક્તિસિંહ , અજયસિંહ , ધર્મેન્દ્રભાઇ , દિક્ષીતભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે . 
HBN TV NEWS 
આવાજ હિન્દુસ્તાન કી 
હર હંમેશ સત્ય ની સાથે 
ક્રાઈમ  રિપોર્ટર જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *