ગોધરા તાલુકાના ભલાણીયા ગ્રામ પંચાયતના તલાટીને રૂ.૫૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો.

Views 95

બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
પંચમહાલ ના ગોધરા તાલુકાના ભલાણીયા ગ્રા.પંચા.ના ત.ક.મંત્રીને તોરણા અને ભલાણીયા એમ બંને ગ્રામ પંચાયત ફાળવેલ હોવાથી એક ગ્રા.પંચા.માં ફક્ત બે દિવસ પૂર્ણ સમય હાજર રહેવાનુ ફાળવેલ હતું. તે મુજબ ત.ક.મંત્રીએ ભલાણીયા ગ્રા.પંચા.માં દર મંગળવાર અને શુક્રવાર એમ બે દિવસ પૂર્ણ સમય હાજર રહેવાનું હતું.
પરંતુ આમ છતાં તલાટી સતત અનિયમિત હોવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયેલા હતા,શિક્ષિત અને જાગ્રત સભ્ય ગોપાલ એસ. પટેલને ગ્રામજનો તરફથી મોટા પ્રમાણમાં ફરિયાદો મળતા ગોપાલભાઈએ સભ્ય હોવાને નાતે તલાટી ગ્રામ પંચાયતમાં રેગ્યુલર આવે એ માટે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરેલ હતી.
પરંતુ ગોધરા તાલુકા અને પંચમહાલ જિલ્લા કક્ષાએથી પણ કોઈ જ કાર્યવાહીઓ હાથ નહિ ધરાતાં, સરકારી કર્મચારીનો બચાવ કરવાના સતત ઉડાઉ અને હાસ્યાસ્પદ જવાબો મળતા, અરજદાર સભ્ય ગોપાલભાઈએ તલાટીની તેઓના રોજકામ રોજનીશીની વિગતો RTI થી માંગેલ હતી.
સદર માહિતી ૩૦ દિવસમાં નહિ મળતાં અરજદારે
મહે.તા.વિ.અધિ.ગોધરાને પ્રથમ અપીલ કરતા તેની સુનાવણી દરમિયાન તલાટીએ કબૂલ કરેલ કે મેં આ રજીસ્ટર નીભાવેલ નથી, પરંતુ પાંચેક દિવસમાં તમને માંગેલ માહિતી આપી દઈશ.
જેથી ગોધરા TDO એ તા.૩૦ સુધીમાં માહિતી આપી દેવા હુકમ કરેલ. આ હુકમના ૯ મહિના સુધી અરજદારને માહિતી નહિ આપતાં અને અપીલ અધિકારીના હુકમનો અનાદર કરતા નામદાર ગુજરાત રાજ્ય માહિતી આયોગની કોર્ટમાં અરજદારે ફરિયાદ દાખલ કરેલ. જેની સુનાવણીમાં નામદાર કોર્ટ સમક્ષ તલાટીએ પોતાનો પ્રતીતિકર ખુલાસો આપી શક્યા જ નહિ.
જેથી નામદાર કોર્ટ દ્વારા ભલાણીયાના તલાટી કે.ડી.શર્માને રૂ.૫૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર) નો દંડ કરવાનો હુકમ કરેલ તથા સદર દંડની રકમ તેઓએ ૩૦ દિવસમાં પોતાના ભંડોળમાંથી સરકારમાં જમા કરાવીને તેની જાણ જિલ્લા પંચાયત પંચમહાલને કરવી, અને હુકમની એક નકલ અગ્ર સચિવ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગર ગુજરાત રાજ્ય ને એક નકલ મોકલવી એમ નામદાર કોર્ટે હુકમ કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરા તાલૂકા પંચાયતમાં માં છેલ્લા એક જ મહિનામાં આ બીજા સરકારી કર્મચારીને કોર્ટ દ્વારા દંડ થયેલ છે.
આ સતત દંડનીય અને શિક્ષાત્મક કાર્યવાહીઓ થયાની બાબતો પરથી અંદાજ લગાવી શકાય કે તા.પંચા.ગોધરાનું સરકારી તંત્ર કેટલી હદે ખાડે ગયેલું હશે ????તેવી લોક ચર્ચા ચાલી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *