ગામના 60 લોકો પૂર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાના હસ્તે ખેશ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
ભચાઉ તાલુકાના નેર ગામે આમ આદમી પાર્ટી દ્વારા સભા યોજાઈગામના 60 લોકો પૂર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાના હસ્તે ખેશ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા ગાંધીધામ : પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ભચાઉ તાલુકાના નેર ગામે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આશરે 60 લોકો એ પૂર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ખેશ ધારણ કર્યો હતો.પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ભચાઉ તાલુકાના નેર ગામે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અન્સારી આથા એ ગ્રામજનો સાથે સંવાદ કરી ગામની સમસ્યા જાણી હતી. ગામને મુખ્ય રસ્તાથી જોડતો માર્ગ બિસ્માર હોવાથી લોકોને 10 કીમીનો ફેરો કરવો પડે છે, ગામમાં પાણીની ટાંકી હોવા છતાં પાણી નથી, લોકોને ટેન્કરના પાણીથી ચાલવું પડે છે, ગામમાં ટોયલેટની કોઈ જ સુવિધા નથી જેથી ગામની સ્ત્રીઓને પણ ખેતરોમાં કુદરતી હાજતે જવું પડે છે, ગામમાં માત્ર 7 ધોરણ સુધી જ શિક્ષણની વ્યવસ્થા હોવાથી ગામની દીકરીઓ આગળ ભણી શક્તી નથી, ગામમાં રોડ, ગટર તથા પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ જોવા મળે છે, આસપાસની 35000 એકર જમીનો પર જમીન માફિયાનો કબ્જો છે, આ અંગે ગ્રામજનો એ મન મૂકીને પોતાની સમસ્યાઓ જણાવી હતી. આ સભામાં રબારી વિભા ભાઈ, રબારી હેમા ભાઈ, રબારી નાગજી કેસરા, રબારી વિરમ મંગા, રબારી હેમા આંબા, રબારી સાજણ ગગુ, રબારી ખેતા મંગા, રબારી ગોવા ભીમા સહીત ગામના આશરે 60 લોકોએ ડો. કાયનાત અન્સારી આથાના હસ્તે ખેશ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ સભામાં આમ આદમી પાર્ટીના ડો. કાયનાત અન્સારી આથા, લક્ષમણ ઠાકોર, ડાયાભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
